વર્જિનિયાના આ શ્વાનનું નાક છે 12.2 ઇંચ લાંબું

28 May, 2020 07:27 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

વર્જિનિયાના આ શ્વાનનું નાક છે 12.2 ઇંચ લાંબું

લાંબુ નાક ધરાવતો ડૉગી

અમેરિકાના વર્જિનિયાના રિચમન્ડ શહેરમાં રહેતી 27 વર્ષની લીલી કામ્બુરિયન નામની યુવતીએ પાળેલા ડૉગી આઇરિસનું નાક બહુ લાંબું છે. એના નાકની લંબાઈ છે ૧૨.૨ ઇંચ. એ નાક વિશ્વમાં સૌથી લાંબું હોવાની ચકાસણી કે વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, પરંતુ લીલીને લાગે છે કે તેના ડૉગીના નાકની લંબાઈનો અભ્યાસ કરવામાં આવે તો એ વૈશ્વિક રેકૉર્ડ ધરાવતો હોઈ શકે છે. પોતાના ડૉગીને એવી સિદ્ધિ મળે એવું લીલી જરૂર ઇચ્છે છે. બોર્ઝોઇ જાતિનો બે વર્ષનો ડૉગી આઇરિસ સજીધજીને બગીચામાં મસ્તી કરતો હોય કે રમકડાંથી રમતો હોય ત્યારે કોઈ ફોટોગ્રાફ લે તો પોઝ આપવા એ બરાબર ગોઠવાઈ જાય છે. ગ્રીક દેવી આઇરિસનું નામ અપાયેલા ડૉગીના ફોટોગ્રાફ્સ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણા લોકપ્રિય છે. લીલીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આઇરિસના બે લાખ ફૉલોઅર્સ છે. આગામી ૨૩ જુલાઈએ આઇરિસને લીલીના ઘરમાં બે વર્ષ પૂરાં થશે.

offbeat news hatke news international news united states of america