બચ્ચાને ઝાડ પર ચડતાં શીખવતી વખતે રીંછ પોતે જ નીચે પટકાયું

19 May, 2020 08:24 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

બચ્ચાને ઝાડ પર ચડતાં શીખવતી વખતે રીંછ પોતે જ નીચે પટકાયું

રીંછ

સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક રીંછ એના બચ્ચાને ઝાડ પર ચડતાં શીખવતી વખતે જ પડી જાય છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં રીંછ ઝાડ પર ચડે છે અને એનું બચ્ચું ધ્યાનથી મમ્મીને ચડતું જોઈ રહે છે.

પછી રીંછ ઝાડ પરથી નીચે ઊતરવાની કોશિશમાં બચ્ચાના માથા પર જ પડે છે. જોકે એ પોતાને અને બચ્ચાને આબાદ રીતે બચાવી લે છે. આ વિડિયો ફૉરેસ્ટ ઑફિસર સુધા રામેને પોતાના ટ્વિટર-હૅન્ડલ પર પોસ્ટ કર્યો છે અને કૅપ્શન આપી છે, ‘નીલગિરિના પહાડોમાં આ દૃશ્ય સહેલાઈથી જોવા મળી શકે છે.’

tamil nadu offbeat news hatke news