ગામનાં બાળકોએ ઑલિમ્પિક જેવી પોલ વૉલ્ટ રમત માટે કર્યો મસ્ત જુગાડ

12 August, 2020 08:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગામનાં બાળકોએ ઑલિમ્પિક જેવી પોલ વૉલ્ટ રમત માટે કર્યો મસ્ત જુગાડ

ઑલિમ્પિક જેવી પોલ વૉલ્ટ રમત માટે કર્યો મસ્ત જુગાડ

ગામડાના લોકો પાસે જે જુગાડ શોધી લેવાની ક્ષમતા હોય છે એ શહેરના બધી જ સવલતોની વચ્ચે ઊછરતા લોકોમાં કદાચ ઓછી હોય છે. થોડા દિવસ પહેલાં ટ્રૅક્ટર દ્વારા ભેંસનું દૂધ દોહવાનો વિડિયો ફરતો થયેલો અને હવે તાજેતરમાં સોશ્યલ મીડિયામાં આવો જ એક બાળકોનો વિડિયો જોવા મળી રહ્યો છે, જેમાં બાળકો ઊંચી કૂદ કે પોલ વૉલ્ટ રમી રહ્યાં છે. આઇએએસ ઑફિસર અવનિશ શરણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં બાળકો ઑલિમ્પિક ગેમ પોલ વૉલ્ટ અને આપણે જેને ઊંચી કૂદ કહીએ છીએ એ ગેમ રમી રહ્યાં છે. રેતીના વિશાળ પટ ધરાવતા મેદાનમાં બાળકોએ જમીનમાં બે લાકડી ખોસી એના પર એક આડો ડંડો લગાવ્યો છે. વિડિયોમાં એક છોકરો હાથમાં વાંસ લઈને દોડતો આવે છે અને ઍથ્લિટની જેમ જ ઊંચી છલાંગ લગાવીને વચ્ચેના ડંડાને જરા પણ અડ્યા વિના છલાંગ પૂરી કરી દે છે. યસ, આ સ્ટન્ટમાં પોલની હાઇટ પણ ખાસ્સી ઇમ્પ્રેસિવ કહી શકાય એટલી ઊંચી છે.

offbeat news hatke news national news