ચિનાઈ માટીની ડિશો, વાટકા અને વાસણોથી આખા ઘરને સજાવ્યું છે આ ભાઈએ

10 August, 2020 07:05 AM IST  |  Vietnam | Gujarati Mid-day Correspondent

ચિનાઈ માટીની ડિશો, વાટકા અને વાસણોથી આખા ઘરને સજાવ્યું છે આ ભાઈએ

ચિનાઈ માટીની ડિશો, વાટકા અને વાસણોથી આખા ઘરને સજાવ્યું

ટ્રેડિશનલ પોર્સલેનની ડિશ, વાટકા અને ઍન્ટિક્સના જબરા શોખીન એક વિયેટનામીએ એવું યુનિક ઘર તૈયાર કર્યું છે જે બહારથી તેમ જ અંદરથી આર્ટનો પીસ લાગે છે. પચીસ વર્ષથી તે ઘરની સજાવટનું કામ કરે છે અને એ માટે તેણે ૧૦,૦૦૦થી વધારે પોર્સલેનનાં બનેલાં ડિશ અને બોલ્સ તથા અન્ય વાસણો વડે ઘરની દીવાલોને સજાવી છે. વિયેટનામના વિન ફુક પ્રાંતના કિયુ સોન ગામમાં રહેતો એન્ગ્વિન ત્રુઓન્ગ આમ તો સુથારીકામ કરતો હતો, પણ સાથે તેને પોર્સલેનની ઍન્ટિક ચીજો સંઘરવાના શોખીન વ્યક્તિના ઘરે ટેબલ-ખુરસીઓ રંગવાનું કામ મળ્યું. એ વ્યક્તિના ઘરમાં જાતજાતની પોર્સલેનને ડિશો અને ચીજો જોઈને એન્ગ્વિનની સુંદરતાનો પરિચય થયો. એ ઘરનું કામ થયું એ દરમ્યાન પોર્સલેન અને ઍન્ટિક્સમાં ખૂબ રસ પડ્યો અને પછી તો તેણે પોતે એ વસ્તુઓનો સંગ્રહ કરવા માંડ્યો હતો. પોર્સલેનનાં વાસણો અને વસ્તુઓ ખરીદવા માટે ભાઈએ ઘણા પૈસા ખર્ચી નાખ્યા. પોર્સલેનના વાસણો ખરીદવા માટે તેણે ખાસ્સો પ્રવાસ પણ કર્યો હતો. તેને એમ હતું કે અત્યારે ખરીદી લઈએ અને ભવિષ્યમાં વેચી દઈશ. પોર્સલેન તથા ઍન્ટિક્સની ચીજોની ખરીદી કરી હતી. જોકે વિયેટનામમાં અનધિકૃત ખોદકામ કરીને ઍન્ટિક્સ અને પોર્સલેનનો ગેરકાયદેસર ધંધો બહુ થાય છે. એ જાણીને તેણે વેચાણનો વિચાર માંડી વાળ્યો અને એમાંથી કંઈક નવું તૈયાર કરવાની શરૂઆત કરી. તેને ખબર હતી કે આ ચીજો એમ જ ઘરમાં સંઘરી રાખશે તો એ એમ જ તૂટી જશે. તેને એ પણ શંકા હતી કે પોતાના મર્યા પછી તેના પરિવારજનો કદાચ આ ઍન્ટિક સંગ્રહને વેચી મારશે. આવું કોઈ ન કરે અને પોતાના અસ્તિત્વ સાથે આ વારસા સમાન ચીજો જળવાઈ રહે એ માટે તેણે ડિશોને પોતાના જ ઘરની દીવાલોમાં જડી દેવાનું વિચાર્યું. પહેલાં તેણે ઘરની અંદરની દીવાલો પર ડિશ લગાવી, એ પછી વધી એ ઘરની બહારની દીવાલોને પણ પોર્સલેન ઍન્ટિક્સથી સજાવી. બધી સજાવટ થઈ ગઈ એટલે તેણે ઘરની ફરતે આવેલા વાડાની ફૅન્સને પણ પોર્સલલેનથી સજાવી દીધી. હાલમાં ૫૮ વર્ષના આ ભાઈને લાગે છે કે આ યુનિક સજાવટ દ્વારા તેમણે વિયેટનામના પરંપરાગત વારસા અને સંસ્કૃતિની જાળવણી કરી છે. 

vietnam offbeat news hatke news