અરે બાપરે : કમ્પાઉન્ડ-વૉલમાં ડેકોરેટિવ ટાઇલ્સ તરીકે આઇફોન વપરાયા

05 June, 2020 08:04 AM IST  |  Vietnam | Gujarati Mid-day Correspondent

અરે બાપરે : કમ્પાઉન્ડ-વૉલમાં ડેકોરેટિવ ટાઇલ્સ તરીકે આઇફોન વપરાયા

વૉલમાં ડેકોરેટિવ ટાઇલ્સ તરીકે આઇફોન વપરાયા

હાલ ટિકટૉકનો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. કમ્પાઉન્ડ-વૉલમાં ડેકોરેટિવ ટાઇલ્સ તરીકે સેંકડો આઇફોન વપરાયા હોય એવું બતાવતા વીડિયોની ઑથેન્ટિસિટી વિશે પણ મતભેદ-વિવાદ છે. વિયેટનામના યુઝરે પોસ્ટ કરેલા વીડિયોના ૧૭ લાખ વ્યુઝ નોંધાયા છે. જે લોકો આઇફોનના નવા વર્ઝનમાં અપગ્રેડ કરાવી ન શક્યા હોય અને સિક્સ્થ જનરેશન આઇફોનથી ખુશ રહેતી હોય એ લોકો માટે આ આશ્ચર્ય અને આંચકો લાગવા જેવો વિષય હતો.

એ વીડિયો પોસ્ટ કરનારા ઘરના માલિકને કદાચ એવું લાગ્યું કે ડેકોરેટિવ ટાઇલ્સરૂપે પથ્થર કે સિરૅમિક ટાઇલ્સ કરતાં આઇફોન સિક્સ વાપરવો વધુ યોગ્ય છે. વીડિયોની કમેન્ટ્સમાં કોઈએ કહ્યું છે કે એ કાંઈ સાચા આઇફોન નહીં હોય, આઇફોનનાં સ્ટિકર્સ હશે. જોકે વીડિયોના અમુક ભાગમાં ફૅન્સ કે કમ્પાઉન્ડ-વૉલમાં ક્યાંક-ક્યાંક અસ્સલ આઇફોન જડેલા હોય એવું લાગતું હતું. વીડિયોના ઓરિજિનલ પોસ્ટરમાં કોઈ સંદર્ભ ટાંકવામાં આવ્યો નથી. એ વીડિયો ક્યાંનો છે, એ ઘર અને એના આઇફોન ફૅન્સ ક્યાં છે એની કોઈ સ્પષ્ટતા નથી. બધાં વર્ણનો વિયેટનામી ભાષામાં હોવાથી એ અગ્નિ એશિયાના કોઈક સ્થળનો વીડિયો હોવાની ધારણા રાખવામાં આવે છે.

offbeat news hatke news vietnam international news tiktok