83 વર્ષનાં આ માજીએ છેલ્લાં 64 વર્ષથી વાળ કાપ્યા નથી

23 July, 2020 07:06 AM IST  |  Vietnam | Gujarati Mid-day Correspondent

83 વર્ષનાં આ માજીએ છેલ્લાં 64 વર્ષથી વાળ કાપ્યા નથી

આ માજીએ છેલ્લાં 64 વર્ષથી વાળ કાપ્યા જ નથી

આપણાં શાસ્ત્રોમાં સ્રીના કાળા ભમ્મર વાળની સુંદરતા વ્યક્ત કરવા એને નાગ સાથે સરખાવાય છે, પણ વિયેટનામમાં ૮૩ વર્ષની ગુયેન તી નામનાં માજીના વાળ ૬ મીટર જેટલા લાંબા છે અને એને લાંબા કરીને પાથરવામાં આવે તો અજગર જેવા ભરાવદાર દેખાય છે. ગુયેનનું કહેવું છે કે તેમણે 19 વર્ષની ઉંમર પછી વાળ કાપવાનું બંધ કર્યું હતું.

ભારતના ડોડ્ડાપલ્લી નામના માણસના વાળ ૭.૩ મીટર લાંબા હોવાના સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યાના એક જ વીકમાં વિયેટનામનાં આ માજીનો કિસ્સો પણ બહાર આવ્યો છે. આ માજીએ વર્ષોથી વાળ કાપ્યા નથી એટલું જ નહીં, તેમણે વાળ ધોવાનું પણ બંધ કરી દીધું છે.

આ પણ વાંચો : 1968ની આ ફોર્ડ મસ્ટાંગના ઊપજ્યા 28.77 કરોડ રૂપિયા

વાત જાણે એમ છે કે ૧૯ વર્ષની વયે જ્યારે ગુયેને પહેલી વાર વાળ કપાવ્યા તો તેમને માથામાં દુખાવો થવો શરૂ થઈ ગયો. એટલો દુખાવો હતો કે ડૉક્ટરની દવા કરવી પડી. દવા છતાં દુખાવામાં રાહત ન થઈ. જેમ-જેમ તેમના વાળ વધતા ગયા એમ-એમ માથાનો દુખાવો પણ ઘટવા લાગ્યો. આને કારણે બહેને નક્કી કરી લીધું કે હવે પછી કદી વાળને કાતર લગાવવી નહીં. જોકે થોડા સમય પછી તેને આ જ રીતે એક વાર વાળ ધોયા બાદ ફરીથી માતાનો દુખાવો શરૂ થયો અને ત્યાર બાદ તેણે વાળને શૅમ્પૂ તો ઠીક પાણી પણ અડાડવાનું બંધ કરી દીધું.ધોયા વિનાના લાંબા વાળને મૅનેજ કરવા મુશ્કેલ બનવા લાગ્યું ત્યારે બહેને વાળનો ગુચ્છો બનાવીને એને બાંધી દીધો. આવા બાંધેલા વાળ હવે લગભગ ૬ મીટરથી વધુ લાંબા થઈ ગયા છે. દર વર્ષે દસ સેન્ટિમીટર જેટલા વાળ હજીયે વધ્યે રાખે છે. માજીનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આવે એવું તો નજીકના સમયમાં સંભવ નથી, પરંતુ આટલી ઉંમરે છ મીટર લાંબા વાળ સાથે હરવા-ફરવાનું સંભવ ન હોવાથી હવે તેઓ એક જ જગ્યાએ બેસી કે સૂઈ રહે છે.

vietnam offbeat news hatke news international news