લૉકડાઉનનો ભંગ કરનારાઓને પકડવા વારાણસીના વિદ્યાર્થીએ રોબો બનાવ્યો

07 May, 2020 07:24 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનનો ભંગ કરનારાઓને પકડવા વારાણસીના વિદ્યાર્થીએ રોબો બનાવ્યો

વારાણસીના વિદ્યાર્થીએ રોબો બનાવ્યો

કોરોના રોગચાળાના દિવસોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા અને લોકો બહાર રસ્તા પર ન નીકળી પડે એનો ખ્યાલ રાખવા માટે પોલીસ તથા અન્ય તંત્રોના જવાનો જીવના જોખમે કામગીરી બજાવતા હોય છે. એ જોઈને વારાણસીની અશોક ઇન્સ્ટ‌િટ્યૂટના મેકૅનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી વિશાલ પટેલે તેના સિનિયર શ્યામ ચૌરસિયાના માર્ગદર્શનમાં યંત્રમાનવ-રોબો બનાવ્યો છે. પોલીસનું ટેન્શન હળવું કરે અને મદદરૂપ થાય એવો આ રોબો હોવાનો દાવો વિશાલે કર્યો છે. ફરજ બજાવતા પોલીસ જવાનોને કોરાનાથી બચાવતી ઢાલ સમાન રોબો છીછરા પાણીમાં અને ઊબડખાબડ રસ્તા પર દોડી શકે એવો છે. એમાં મૂવિંગ કૅમેરા, રિમોટ અને ઇન્ટરનેટની ગોઠવણો છે. આ યંત્ર પોલીસ ચેક પૉઇન્ટ્સ પર ખૂબ ઉપયોગી ગણાવાય છે. ગોરખપુર પ્લૅનેટેરિયમના સાયન્ટિફિક ઑફિસર મહાદેવ પાન્ડેનું કહેવું છે કે ‘આ સમયગાળામાં અનેક રોબો બનાવવામાં આવ્યા છે, પરંતુ વારાણસીમાં બનેલા રોબોની વિશેષતા એવી છે કે એ ઊબડખાબડ રસ્તા પર અને અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય રહી શકે છે. એનાં પૈડાંને કારણે ગામડાંના ખાડાટેકરાવાળા રસ્તા પર દોડી શકે એમ હોવાથી રોબોની ક્ષમતા વધી જાય છે.’

varanasi offbeat news hatke news national news coronavirus covid19