100 દિવસમાં 125 ફુટ લાંબી અગરબત્તી બનાવી

05 May, 2019 10:32 AM IST  |  વડોદરા

100 દિવસમાં 125 ફુટ લાંબી અગરબત્તી બનાવી

125 ફુટ લાંબી અગરબત્તી

વડોદરાના તરસાલીમાં રહેતા વિહાભાઈ ભરવાડે તાજેતરમાં ૧૨૫ ફુટ લાંબી ૫૨૬૦ કિલો વજનની અગરબત્તી બનાવી છે. આ બનાવતાં તેમને ખાસ્સો ૧૧ લાખ રૂપિયા જેટલો ખર્ચો પણ થયો છે. લગભગ રોજના ત્રણ કલાક તેમણે આ અગરબત્તી બનાવી હતી અને ૧૦૦ દિવસ સુધી આ કામ ચાલ્યું હતું. વિહાભાઈ પશુપાલનનું કામ કરે છે અને પર્યાવરણને શુદ્ધ કરવા માટે ઠેરઠેર ગૌશાળાઓમાં પ્રયોગ થાય છે એટલે મેં પણ એવો જ કંઈક પ્રયાસ કર્યો છે. નવેમ્બર મહિનામાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર થનારા ૧૧૮૦૦ ચંડી હવનમાં આ અગરબત્તી પ્રજ્વલિત કરવામાં આવશે. 

આ પણ વાંચો : આ ઍથ્લીટ હૅન્ડ-સ્ટૅન્ડ કરીને ટ્રેડમિલ પર ચાલે છે

આ પહેલાં વિહાભાઈએ ૨૦૧૪માં ૧૧૧ ફુટ લાંબી અને ૩૦૦૦ કિલો વજનની અગરબત્તી બનાવી હતી. એ પછી ૨૦૧૬માં પણ ૧૨૧ ફુટ લાંબી અને ૪૦૦૦ કિલો વજનની અગરબત્તી બનાવી હતી જે લગાતાર ૪૭ દિવસ જલતી રહી હતી. અગરબત્તી બનાવવામાં ૩૦૦૦ કિલો ગાયનું ગોબર, ૭૦૦ કિલો નારિયેળની છાલ, ૭૦૦ કિલો ગુગળ, ૪૫૦ કિલો જવ, ૨૫૦ કિલો લાકડી અને ૧૫૦ કિલો ગાયનું ઘી વપરાયું હતું.

vadodara gujarat offbeat news hatke news