સ્ટાર વૉર્સના ચાહકે થ્રી-ડી પ્રિન્ટર વડે બુલેટપ્રૂફ સૂટ બનાવ્યો

15 January, 2020 12:16 PM IST  | 

સ્ટાર વૉર્સના ચાહકે થ્રી-ડી પ્રિન્ટર વડે બુલેટપ્રૂફ સૂટ બનાવ્યો

બુલેટપ્રૂફ સૂટ

અમેરિકામાં પાંખી વસતી ધરાવતા સારાટોગા સ્પ્રિન્ગ્સ શહેરના રહેવાસીએ થ્રી-ડી પ્રિન્ટર વડે સ્ટૉર્મ ટ્રુપર સૂટ બનાવ્યો છે. અવકાશમાં કે આકાશગંગામાં લડાઈઓનાં દૃશ્યો આપણે ફિલ્મોમાં જોયાં છે. એ મુજબ યુદ્ધમાં વપરાતો હોય એવો દેખાતો એ સ્ટૉર્મ ટ્રૂપર સૂટ છે. આ નવો સ્ટૉર્મ ટ્રૂપર સૂટ બનાવનારા કમ્પ્યુટર એન્જિનિયર નીલ્સ રાસ્મસૉન સ્ટાર વૉર્સનો જબ્બર ચાહક-પ્રશંસક છે. નીલ્સ રાસ્મસૉનને સ્ટાર વૉર્સનાં પાત્રો અને પહેરવેશ ખૂબ ગમે છે. નીલ્સે પાંચ વર્ષ પહેલાં સ્ટૉર્મ ટ્રુપર ખરીદ્યું હતું. એ પછી પાંચ પ્રિન્ટર્સની મદદથી ૪૦૦થી ૬૦૦ કલાકોમાં પ્લાસ્ટિક ફિલામેન્ટનો સ્ટૉર્મ ટ્રુપર સૂટ બનાવ્યો હતો.

united states of america offbeat news hatke news