સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા પાદરીએ ટૉય ગનથી પવિત્ર જળનો છંટકાવ કર્યો

20 May, 2020 07:48 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા પાદરીએ ટૉય ગનથી પવિત્ર જળનો છંટકાવ કર્યો

પાદરીએ ટૉય ગનથી પવિત્ર જળનો છંટકાવ કર્યો

અમેરિકાના મિશિગન સ્ટેટના ડેટ્રોઇટમાં એક પાદરીએ સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે અનોખો ઉપાય શોધ્યો છે. પાદરી ફાધર ટિમ પેલ્કે ચર્ચમાં પ્રાર્થના કરવા જતા લોકો પર પવિત્ર જળના છંટકાવ માટે ટૉય ગનનો વપરાશ શરૂ કર્યો છે. એ બાબતના ફોટોગ્રાફ્સ રેડિટ નામની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જોવા મળ્યા હતા. ફોટોશૉપ ટેક્નિક્સ વડે એ તસવીરોમાં ફેરફારો કરવાની ચડસાચડસી પણ રેડિટ પર જોવા મળી હતી. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ફાધર ટિમ પેલ્કના ટૉય ગન વડે પવિત્ર જળ છાંટતા ફોટોગ્રાફ્સને બે દિવસમાં ૫.૬ લાખ લાઇક્સ મળી છે અને એક લાખથી વધારે રીટ્વીટ્સ કરવામાં આવી છે. ગયા એપ્રિલ મહિનામાં અન્ય એક ચર્ચના પાદરી પ્લાસ્ટિકની ટૉય ગન વડે પવિત્ર જળ છાંટતા હોવાના ફોટોગ્રાફ્સ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કરવામાં આવ્યા ત્યારે પણ લોકોએ ઉત્સુકતાથી એ બાબતની ચર્ચા કરી હતી.

united states of america michigan offbeat news hatke news international news