દરિયાની રેતીમાં ડૂબી ગયેલું જહાજ બહાર કાઢતાં એકાદ વર્ષ થશે

28 November, 2019 09:02 AM IST  |  US

દરિયાની રેતીમાં ડૂબી ગયેલું જહાજ બહાર કાઢતાં એકાદ વર્ષ થશે

4200 કાર સાથે ફસાયું જહાજ

અમેરિકાના જ્યૉર્જિયા પાસે દરિયામાં ભરતીને કારણે ૪૨૦૦ મોટરકાર ભરેલું માલવાહક જહાજ ‘ગોલ્ડન રે’ ડૂબીને રેતીમાં ફસાયું હતું. એ જહાજને બહાર કાઢવાની કામગીરી કોસ્ટગાર્ડના કમાન્ડર મૅટ બૅરને સોંપવામાં આવી છે. એ જહાજને તોડ્યા વગર આખેઆખું ઉપર કાઢવું શક્ય નથી. મૅટ બૅર જહાજને બહાર કાઢવામાં એકાદ વર્ષ વીતી જશે એવી શક્યતા દર્શાવે છે. યોગાનુયોગ એ જહાજ કેટલાક ખડકો વચ્ચે ગોઠવાઈ ગયું હોવાથી ભરતીનાં મોજાંની અસરથી એ હલી શકતું નથી. હકીકતમાં એ જહાજને હાલની સ્થિતિમાં સહેજ પણ હલાવાય તો એના ટુકડા થવાની શક્યતા છે. એ જહાજને કારણે દરિયામાં અને કાંઠા સુધી પ્રદૂષણ ફેલાતું હોવાના કેટલાક અહેવાલ મળતાં એની ટાંકીઓમાંથી ઑઇલ અને બળતણ કાઢી લેવામાં આવ્યાં છે. આગામી અઠવાડિયાંઓમાં જંગી કદની ક્રેઇન આવીને જહાજના એક-એક ભાગ અલગ કરીને ધીમે-ધીમે ૪૨૦૦ કાર પણ સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરશે.

offbeat news hatke news