અમેરિકાના એક તળાવમાં ઝાડના થડનો ટુકડો ૧૨૦ વર્ષથી પાણીમાં ઊભો તરે છે

10 November, 2019 07:55 AM IST  |  US

અમેરિકાના એક તળાવમાં ઝાડના થડનો ટુકડો ૧૨૦ વર્ષથી પાણીમાં ઊભો તરે છે

છે ને અજાયબી!

અમેરિકાના ઓરેગોન પ્રાંતમાં ઉલકા પડવાને કારણે પડેલા ખાડામાં રચાયેલા તળાવમાં ઝાડના થડનો એક ટુકડો ૧૨૦ વર્ષથી ઊભો તરે છે. લાકડાનો કોઈ પણ ટુકડો પાણીમાં આડો પડીને તરતો હોય છે, પરંતુ ૧૮૯૬ના વર્ષથી ‘સરોવરમાં તરતા વૃદ્ધ નામે ઓળખાતા ઝાડના થડના એ ટુકડાની એ સ્થિતિ વૈજ્ઞાનિકો માટે આશ્ચર્યનો વિષય બન્યો છે.
૧૮૯૬માં ભૂસ્તરશાસ્ત્રી અને સંશોધક જોસેફ ડીલરે વૃક્ષના થડના સફેદ લાકડાનો ટુકડો ઉલકાના તળાવમાં તરતો હોવાનું નોંધ્યું હતું. પાંચ વર્ષ પછી એ લાકડું એના મૂળ સ્થાનેથી ૪૦૦ મીટર દૂર પહોંચ્યું હોવાનું ડીલરે જણાવ્યું હતું. એ બાબતે વધુ સંશોધન દ્વારા જાણવા મળ્યું હતું કે ‘ઓલ્ડ મૅન ઑફ ધ લેક’ નામનો લાકડાનો એ ટુકડો એક દિવસમાં ચાર માઇલનો પ્રવાસ કરી શકે છે.
કાર્બન ડેટિંગના પરીક્ષણ દ્વારા જાણવા મળ્યું હતું કે એ લાકડું ૪૫૦ વર્ષ જૂના વૃક્ષનું છે. એ તળાવ અમેરિકામાં સૌથી ઊંડું ગણાય છે અને ઊંડાં તળાવોમાં નવમા ક્રમે છે. કોઈ ભેખડ પડવાની સાથે એ વૃક્ષ તળાવમાં પડીને તણાઈ આવ્યું હશે. જૂના વૃક્ષ અને લાકડું ટકી રહેવાનાં કારણો જડે છે, પરંતુ વૃક્ષના થડ અને બીજાં લાકડાં સામાન્ય રીતે પાણીમાં આડાં તરતાં હોય તો આ લાકડું ઊભું કે સીધું શા માટે તરે છે એ કોઈને સમજાતું નથી. ક્રેટર લેક ઇન્સ્ટિટ્યૂટ માને છે કે ૧૨૦ વર્ષ પહેલાં વૃક્ષ પાણીમાં પડ્યું ત્યારે એનાં મૂળિયાં ખડક સાથે જોડાયેલાં હોવાને કારણે એવું બન્યું હશે.

offbeat news hatke news