પથારીમાં સૂતાં-સૂતાં આ ભાઈ પૅરાગ્લાઇડરની મદદથી હવામાં ઊડ્યા

26 September, 2020 07:24 AM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

પથારીમાં સૂતાં-સૂતાં આ ભાઈ પૅરાગ્લાઇડરની મદદથી હવામાં ઊડ્યા

આ ભાઈ પૅરાગ્લાઇડરની મદદથી હવામાં ઊડ્યા

થોડા મહિના પહેલાં ટર્કીના હસન કવલે પૅરાગ્લાઇડર સાથે સોફા અને ટીવી જોડીને આકાશમાં ટીવી જોતાં-જોતાં પૅરાગ્લાઇડિંગ કરીને સાહસપ્રેમીઓને અચંબિત કરી દીધા હતા. પોતાના સ્ટન્ટને વધુ રોમાંચક બનાવવા તેણે સોફા સાથે લૅમ્પ, સ્ટુલ અને ટીવી-સેટ પણ મૂક્યાં હતાં, જેમાં તે નાસ્તો અને કોલ્ડ ડ્રિન્ક પીવા સાથે ટૉમ ઍન્ડ જેરીનું કાર્ટૂન જોઈ રહ્યો હતો. આ સાહસમાં હસનને બહુ મજા પડતાં તેણે આ સાહસને વધુ આગળ વધાર્યું હતું. આ વખતે તેણે બેઠકરૂમને બદલે બેડરૂમના ફર્નિચરને પૅરાગ્લાઇડર સાથે જોડીને હવામાં ઊડવાનું સાહસ કર્યું છે.

પૅરાગ્લાઇડર સાથે પલંગ અને પલંગની બાજુના સાઇડનાં ખાનાંઓને ઍસેમ્બલ કરીને જોડ્યાં હતાં. આ વખતે વાઇરલ થયેલા વિડિયોમાં હસન પૅરાગ્લાઇડર સાથે બેડ અટેચ કરીને હવામાં સહેલ કરતાં આંખો પર સ્લીપિંગ માસ્ક અને શરીર પર બ્લેન્કેટ ઓઢીને આરામ ફરમાવી રહ્યો છે. આ બેડની બન્ને તરફ ડ્રૉઅર ટેબલ પણ છે, જેમાંથી એકની ઉપર લૅમ્પ મૂકવામાં આવ્યો છે.

turkey offbeat news hatke news international news