શ્વાસોચ્છ્વાસની ગરમીથી ડિઝાઇન બદલતા હૅરી પોટર માસ્ક બજારમાં આવી ગયા

25 May, 2020 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્વાસોચ્છ્વાસની ગરમીથી ડિઝાઇન બદલતા હૅરી પોટર માસ્ક બજારમાં આવી ગયા

હૅરી પોટર માસ્ક

કોરોનાનો રોગચાળો લાંબો વખત ચાલતાં મોઢા પર પહેરવાનો માસ્ક પણ હવે રોજિંદું આભૂષણ બની રહ્યું છે. હૅરી પોટરની જબ્બર ફૅન એવી સ્ટેફની હૂકે આશ્ચર્યજનક માસ્ક બનાવ્યા છે. એ માસ્ક પહેર્યા પછી શ્વાસોચ્છ્વાસની ગરમી ૨૭ ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરે ત્યારે એનો રંગ અને ડિઝાઇન બદલાવા માંડે છે. CPEX કંપનીની માલિકણ સ્ટેફની ટૂંક સમયમાં એ માસ્ક બજારમાં વેચાણ માટે મૂકશે. જોકે એનો સ્ટૉક મર્યાદિત પ્રમાણમાં રહેશે. સ્ટેફનીએ એ માસ્કના પ્રચાર માટે બનાવેલા ટિકટૉક વિડિયોના ૨૨ લાખ વ્યુઝ નોંધાયા છે. સ્ટેફનીના કહેવા પ્રમાણે એ માસ્ક મેડિકલ ગ્રેડના નથી. પરંતુ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના સ્ટાન્ડર્ડ મુજબ સાદા માસ્ક તરીકે તો કામ કરી જ શકે છે.

offbeat news hatke news international news coronavirus