મહિલાની સુંદરતાથી ઘાયલ ટ્રાફિક પોલીસકર્મીએ ચલાન પર લખ્યું I Love You

08 June, 2019 05:59 PM IST  |  ઉરૂગ્વે

મહિલાની સુંદરતાથી ઘાયલ ટ્રાફિક પોલીસકર્મીએ ચલાન પર લખ્યું I Love You

ટ્રાફિક પોલીસે કાપ્યું ખૂબસૂરત મહિલાનું ચલાન અને લખ્યું I Love You

ટ્રાફિક નિયમ તોડવા પર વિશ્વભરમાં ચલાન હોય છે. ક્યારે રેશ ડ્રાઈવિંગ તો ક્યારે નશામાં ડ્રાઈવિંગ કરનારા લોકો માટે ચલાન હોય છે. સીટ બેલ્ટ ન લગાવ્યો, ફોન પર વાત કરવા પર, રેડ લાઈટ જમ્પ કરવા પર અને પોતાની લેનમાં ડ્રાઈવિંગ ન કરવા જેવા ઘણા કારણોથી સામાન્ય રીતે ચલાન હોય છે. લેટિન અમેરિકી દેશ ઉરૂગ્વેમાં એક ટ્રાફિક પોલીસ કર્મચારીએ એવી ભૂલ માટે ચલાન કાપ્યું, કે જે કદાચ તમે સાંભળ્યું પણ નહીં હોય.

ટ્રાફિક પોલીસ કર્મચારીઓ કઠોર હોય છે. રસ્તા પર ઉભા રહેલા પોલીસ કર્મચારીઓની ભાવનાઓ પણ ઉત્સાહિત હોય છે. આ વાતની પુષ્ટિ કરે છે ઉરૂગ્વેની એક ઘટના. અહીંયા એક પોલીસ અધિકારીએ એક મહિલાનું ચલાન કાપ્યું, ચલાનનું કારણ એ હતું કે મહિલા ઘણી સુંદર અને આકર્ષક દેખાતી હતી.

પોલીસ અધિકારીએ ચલાનમાં જે કારણ લખ્યું એ અનુસાર આ મહિલાના લીધે રસ્તા પર ચાલનારા લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાતું હતું. એવામાં કોઈ મોટી દુઘર્ટના પણ થઈ શકતી હતી. આ બાબત ફક્ત ચલાન સુધી જ સીમિત રહે તો વાત જુદી છે. હકીકતમાં પોલીસ અધિકારીએ ચલાનની નીચે I Love You પણ લખી દીધુ. આ ચલાન સોશિયલ મીડિયા પર વાયરલ થયું એટલે યૂઝર્સે પોલીસ અધિકારીને ઘણા ટ્રોલ કર્યા. ચલાન વાયરલ થયા બાદ મહિલાનું ચલાન કાપનારા અધિકારીને વિભાગીય તપાસનો પણ સામનો કરવો પડી શકે છે.

ચલાનના અંતમાં જે Te AMO લખ્યું છે એ સ્પેનિશ ભાષા છે, અંગ્રેજીમાં એનો અર્થ I Love You થાય છે.

જણાવી દઈએ કે આ મામલો છેલ્લા મહિનાનો છે. શનિવારે 25 મેના રોજ બપોરે લગભગ 3 વાગ્યે આ ચલાન કપાયું હતું. ઉરૂગ્વેમાં paysandu શહેરમાં એક ટ્રાફિક પોલીસ અધિકાર ડ્યૂટી પર તૈનાત હતો. તે સમયે રસ્તા પર ઘણું ટ્રાફિક હતું. તે સમય દરમિયાન એક મહિલાની કાર રેડ લાઈટ પર પહોંચી અને ટ્રાફિક પોલીસની સામે આવીને ઉભી રહી. ટ્રાફિક પોલીસ કર્મચારીની નજર એ મહિલા પર પડી, તો તે સ્ત્રીની સુંદરતા જોઈને પોતાનું કામ ભૂલી ગયો. એની નજર ટ્રાફિક વ્યવસ્થા છોડીને એ સુંદર સ્ત્રી પર ટકી રહી. 

આ પણ વાંચો : રશિયામાં ચોરી થઈ ગયો આખેઆખો પુલ, કોઈને કાનો કાન ન પડી ખબર

જણાવી દઈએ કે જે સમયે આ આખી ઘટના થઈ રહી હતી, ત્યા આસપાસ લોકો મહિલા અને અધિકારીના ફોટો લઈ રહ્યા હતા અને કેટલાક લોકોએ આ પૂરી ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો. પછી શું, થોડા સમય બાદ મહિલા અને ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થઈ ગયો. 

uruguay offbeat news hatke news