ફોટો પડાવવાના ચક્કરમાં ટૂરિસ્ટે 216 વર્ષ જૂના શિલ્પનો પગ તોડી નાખ્યો

11 August, 2020 07:02 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ફોટો પડાવવાના ચક્કરમાં ટૂરિસ્ટે 216 વર્ષ જૂના શિલ્પનો પગ તોડી નાખ્યો

216 વર્ષ જૂના શિલ્પનો પગ તોડી નાખ્યો એક ટૂરિસ્ટે

ફોટો પાડી રાખવા એ ભૂતકાળનાં સંસ્મરણોને તાજાં કરવાની એક સહેલી ચાવી છે, પરંતુ જ્યારથી મોબાઇલ ફોન આવ્યા છે ત્યારથી લોકો સ્થળ અને સમયનું ભાન ભૂલીને ફોટો પાડવા માંડ્યા છે, જેઓ ક્યારેક તેમને અથવા તો જેની સાથે ફોટો કે સેલ્ફી લેતા હોય એ ચીજવસ્તુને નુકસાન પહોંચાડતા હોય છે.

એક ઇટાલિયન આર્ટ મ્યુઝિયમમાં એક ઑસ્ટ્રેલિયન પ્રવાસીએ ૧૯મી સદીના શિલ્પ સાથે ફોટો પાડવાના ચક્કરમાં એને નુકસાન પહોંચાડ્યું છે. જોકે પોતે કરેલી ભૂલ વિશે જાણ થતાં તેણે મ્યુઝિયમની માફી પણ માગી લીધી છે. મ્યુઝિયમમાં મૂકેલા ૨૧૬ વર્ષ જૂના પ્લાસ્ટર ઑફ પૅરિસના શિલ્પ સાથે ફોટો પાડવા જતાં પગનાં ત્રણેક આંગળાં તૂટી ગયાં હતાં. મ્યુઝિયમના સીસીટીવી કૅમેરામાં એનું ફુટેજ ઝડપાઈ ગયું હતું, જે સોશ્યલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું. જોકે નવાઈની વાત એ છે કે આ વિડિયો જોઈને ટૂરિસ્ટે સામેથી મ્યુઝિયમના મૅનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો અને તેણે માફી માગીને નુકસાનની ભરપાઈ કરવાની તૈયારી દેખાડી હતી. મ્યુઝિયમે શિલ્પનું રિપેરિંગ કરવા માટે કે પછી પેલા ટૂરિસ્ટને શું સજા કરી એ જાહેર થયું નથી.

જ્યારથી કોરોના વાઇરસ આવ્યો અને એને કારણે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારથી ફૅશન-ડિઝાઇનરો અને જ્વેલરી-ડિઝાઇનરોની ક્રીએટિવિટી સોળે કળાએ ખીલી રહી છે. સૌથી પહેલાં પુણેના એક ભાઈ સોનાનો માસ્ક પહેરીને લાઇમલાઇટમાં આવ્યા હતા. એ પછી સુરતના એક જ્વેલરે સોના-ચાંદી અને ડાયમન્ડથી જડેલા માસ્ક બનાવ્ય હતા ‍જે લોકો લગ્નપ્રસંગમાં પહેરવા માટે વાપરી રહ્યા છે. ગયા મહિને કોઇમ્બતુરમાં એક ઝવેરીએ ૨.૭૫ લાખ રૂપિયાનો હીરાજડિત માસ્ક બનાવેલો. જોકે ઇઝરાયલ કંપનીએ બનાવેલા મોંઘોદાટ માસ્કની સામે તો આ કંઈ જ નથી. ઇઝરાયલના એક જ્વેલરે ૧૮ કૅરૅટના વાઇટ ગોલ્ડની ઉપર ૩૬૦૦ વાઇટ અને બ્લૅક ડાયમન્ડ જડીને એક યુનિક માસ્ક તૈયાર કર્યો છે. આ માસ્કની કિંમત ૧.૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૧ કરોડ રૂપિયા છે. આ માસ્કની અંદર N99 ફિલ્ટર પણ જોડવામાં આવ્યું છે. અલબત્ત, હજી આ માસ્ક ઘડાઈ રહ્યો છે. જ્વેલરી કંપનીના માલિક આઇઝેક લેવીનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં માસ્ક પૂરેપૂરો તૈયાર થઈ જશે.

italy offbeat news hatke news