ડેન્ચરને બાય-બાય: ગુમાવેલા દાંત ફરી ઊગશે

06 April, 2021 08:45 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

દાંતનું ચોકઠું દાંતને બદલે ઉપયોગમાં ભલે લઈ શકાય, પરંતુ એ સાચા દાંતની તોલે તો ન જ આવે

ગુમાવેલા દાંત ફરી ઊગશે

દુનિયામાં પ્રત્યેક જણને ક્યારેક તો દાંતની તકલીફ સહન કરવાનો તેમ જ એને કારણે દાંત ગુમાવવાનો વારો પણ આવે જ છે. દાંતનું ચોકઠું દાંતને બદલે ઉપયોગમાં ભલે લઈ શકાય, પરંતુ એ સાચા દાંતની તોલે તો ન જ આવે. જોકે હવે નવી જેનેટિક સારવાર શોધાઈ છે, જે દાંત પડી ગયા હોય કે દાંતના ચોકઠાથી કામ ચલાવતા લોકો માટે નવી આશાનું કિરણ લઈને આવી છે.

જપાનની ક્યોટો યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ ફુકુઇના વૈજ્ઞાનિકોએ એક નવી સારવાર પદ્ધતિ શોધી કાઢી છે, જે દાંતને ઊગવામાં મદદરૂપ થઈ શકશે એમ મનાય છે. સાયન્સ ઍડ્વાન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસના તારણમાં જણાવાયું છે કે કઈ રીતે જીન-1ના સંયોજન સાથે યુટ્રાઇન સેન્સિટાઇઝેશન માટેનું ઍન્ટિ બૉડી દાંત ઊગવામાં મદદરૂપ થાય છે.

ઉંદર તેમ જ ફેરેટ્સ પર એના સફ‍ળ પરીક્ષણ કર્યા બાદ હવે ડુક્કર અને શ્વાન જેવાં પ્રાણીઓ પર એનું પરીક્ષણ થશે.

offbeat news international news japan tokyo