ટેમ્પોમાંથી લાકડા ઉતારવા મહેનત કરવાને બદલે ટેમ્પો જ આગળથી ઊંચો કરી દીધો

26 June, 2020 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેમ્પોમાંથી લાકડા ઉતારવા મહેનત કરવાને બદલે ટેમ્પો જ આગળથી ઊંચો કરી દીધો

લાકડા ઉતારવા ટૅમ્પો ઊંચો કરી દીધો

લાકડાથી ભરેલો નાનો ટેમ્પો લઈને જતા હો તો એને અનલોડ કરવામાં કેટલો સમય લાગે? સ્વાભાવિક છે કે લાકડાથા મોટા થડ ઉતારવા માટે ત્રણ-ચાર જણ હોય તો પણ વીસ-પચીસ મિનિટ તો લાગી જ શકે છે. જોકે ભારતીયોના દેશી જુગાડનો એક વિડિયો જો તમે જુઓ તો ખરેખર આશ્ચર્યથી મોં પહોળું થઈ જાય. વિડિયોમાં માલ અનલોડ કરવા માટે બે જણ ટેમ્પોને આગળથી જ ઊંચો કરી દે છે એને કારણે પાછળના લાકડા આપમેળે નીચે ગબડી પડે છે. એન્ટરપ્રિન્યૉર આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એનો વિડિયો પોસ્ટ કરીને લખ્યું છે, ‘આમાં સેફ્ટી અને લોડિંગના નિયમોનો ભંગ થયો છે, પરંતુ જે રીતે કોઈ જ સાધન વિના બે લોકો ઘડીના છઠ્ઠા ભાગમાં માલ અનલોડ કરવાનું મૅનેજ કરી રહ્યા છે એ અચંબો જન્માવનારું છે.’

offbeat news hatke news national news