વર્ક ફ્રોમ હોમથી કંટાળ્યા છો, તો આવો કરીએ દરિયા કિનારે બેસીને કામ

22 September, 2020 07:42 AM IST  |  Maldives | Gujarati Mid-day Correspondent

વર્ક ફ્રોમ હોમથી કંટાળ્યા છો, તો આવો કરીએ દરિયા કિનારે બેસીને કામ

દરિયા કિનારે બેસીને કામ કરવાની કેવી મજા આવશે

લગભગ છ મહિનાથી લાખો લોકો પોતપોતાના ઘરેથી કામ કરતા થઈ ગયા છે અને વર્ક ફ્રોમ હોમનું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે. જોકે કોરોનાના ડરને કારણે સતત ઘરમાં રહીને કામ કરવાની આદત કેટલાકે કેળવી લીધી છે, પણ હવે કેટલાકને એમાંથી પણ થોડોક ચેન્જ જોઈએ છે. વર્ક ફ્રોમ હોમને કારણે ટ્રાવેલિંગ કરવાનું બંધ થઈ ગયું હોવાથી કેટલાકને હવે કંટાળો આવી રહ્યો છે. માલદીવ્સના એક રિસૉર્ટે વર્ક ફ્રોમ હોમ માટે વર્કસ્ટેશન ઑફર કર્યું છે અને એ પણ દરિયાકિનારે. લોકો મોટા ભાગે રિસૉર્ટમાં ફરવા માટે જાય છે, પણ ધ નૅચરાલિસ્ટ નામના રિસૉર્ટમાં તમે એક-બે વીક સુધી કામ કરવા માટે જઈ શકો છો. જ્યાં તમને દરિયાકિનારે મજાનું વર્કસ્ટેશન પ્રોવાઇડ કરવામાં આવશે. રોજ યોગા સેશન્સની સાથે એક પર્સનલ અટેન્ડન્ટ પણ છે. હા, કામના સમય પછી જો તમને સ્પામાં મસાજ કરાવવો હોય કે દરિયામાં સ્નૉર્કેલિંગ કરવું હોય તો એ પણ સંભવ છે. સવારે અને સાંજે લક્ઝરી યૉટ પર ફરવા પણ જઈ શકાય. અલબત્ત, આ વર્કસ્ટેશન ખિસ્સું ખાલી કરી દે એટલું મોંઘું છે. એક વીક માટે ૧૭,૯૪૯ પાઉન્ડ એટલે કે લગભગ ૧૭ લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે.

maldives offbeat news hatke news international news