વિડિયો માટે માઉથઑર્ગન મોંમાં નાખ્યું, કાઢવા ડૉક્ટર પાસે જવું પડ્યું

01 February, 2020 07:31 AM IST  |  Canada

વિડિયો માટે માઉથઑર્ગન મોંમાં નાખ્યું, કાઢવા ડૉક્ટર પાસે જવું પડ્યું

ટિક-ટૉક વિડિયો માટે માઉથઑર્ગન મોંમાં નાખ્યું

કૅનેડાની એક ટિક-ટૉક યુઝરે ટિક-ટૉક વિડિયો બનાવવાની કોશિશ કરતાં આખું હાર્મોનિકા (માઉથ ઑર્ગન) મોઢામાં નાખી દીધું હતું. ઑન્ટારિયોમાં હાઈ સ્કૂલમાં ભણતી મોલી ઓબ્રેઇન નામની એક છોકરી તેની પિતરાઈ બહેનને ખુશ કરવા ગાલમાં હાર્મોનિકા ભરાવીને ભાતભાતના અવાજ કાઢી રહી હતી તેમ જ અવનવા ચાળા કરી રહી હતી ત્યારે અચાનક જ હાર્મોનિકા તેના ગાલમાં ભરાઈ ગયું હતું.

જોકે થોડા સમયમાં હાર્મોનિકા મોઢાની બહાર કાઢી શકતી ન હોવાનો તેને ખ્યાલ આવતાં તેણે ડૉક્ટરની મદદ લેતાં પહેલાં એનો ટિક-ટૉક વિડિયો બનાવી લીધો હતો. ‘આઇ જસ્ટ ડીડ અ બૅડ થિન્ગ’ સૉન્ગ ગાતાં-ગાતાં તેણે પોતાનો ક્લોઝ-અપ લીધો અને વિડિયોમાં તેની ભૂલની ટીખળ કરતા ગીતના શબ્દો પણ લખ્યા.

તેની મમ્મી તરત તેને લઈને ડૉક્ટર પાસે ગઈ, જેમણે દાંતના ડૉક્ટર પાસે જવાનું સૂચન કર્યું અને આમ તેના મોઢામાંથી હાર્મોનિકા બહાર કાઢવામાં આવ્યું.

international news offbeat news hatke news canada