૧૪,૦૦૦ ફુટની ઊંચાઈ પર ત્રણ સ્કાય-ડાઇવરોએ કરી પીત્ઝા-પાર્ટી

01 March, 2021 08:15 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

૧૪,૦૦૦ ફુટની ઊંચાઈ પર ત્રણ સ્કાય-ડાઇવરોએ કરી પીત્ઝા-પાર્ટી

પીત્ઝા વૈશ્વિક સ્તરે લોકપ્રિય છે. ટેક્સસની સ્કાય-ડાઇવર લૉરી પાતાલોક્કો અને તેના અન્ય ત્રણ મિત્રોએ ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈએથી ફ્રી-ફોલિંગ કરતી વખતે પીત્ઝાનો આનંદ માણતા હોય એવો વિડિયો યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે. વિડિયો ઉતારવા માટે સ્કાય-ડાઇવરની હેલ્મેટ સાથે કૅમેરા અટેચ કર્યો હોવાથી વિડિયોમાં ઊંચાઈ પરનું દૃશ્ય જોવા મળે છે. પ્લેનમાંથી જમ્પ માર્યા બાદ તરત જ બે સ્કાય-ડાઇવર્સ હાથમાં માર્ગરિટા પીત્ઝાનું બૉક્સ પકડે છે. બૉક્સ ખૂલે એટલામાં ત્રીજો ડાઇવર પણ પીત્ઝા-પાર્ટીમાં જોડાય છે અને બધા એકમેકને પીત્ઝા ખવડાવે છે. જોકે આ બધામાં પીત્ઝાનો એક ટુકડો નીચે પડી જાય છે. પીત્ઝા ખાઈ લીધા બાદનો આનંદ વર્ણવતાં તેમણે કહ્યું હતું કે ‘જમીન કરતાં આકાશમાં પીત્ઝા ખાવાની મજા કંઈક ઓર જ છે. અમે ફરીથી આવી જ પીત્ઝા પાર્ટી કરવાની કોશિશ કરીશું.

offbeat news international news texas