સિંગાપોરમાં હજારો ઈ-સ્કૂટર કચરામાં ગયાં

28 December, 2019 10:12 AM IST  |  Singapore

સિંગાપોરમાં હજારો ઈ-સ્કૂટર કચરામાં ગયાં

સિંગાપોરમાં હજારો ઈ-સ્કૂટર કચરામાં ગયાં

ફ્યુઅલની તંગી અને પ્રદૂષણને નાથવા માટે સિંગપોરમાં શૉર્ટ ડિસ્ટન્સ ટ્રાવેલ માટે ઈ-સ્કૂટરનું ચલણ શરૂ કરવામાં આવ્યું હતું. લોકો ટૂંકાં અંતરના કમ્યુટિંગ માટે વાહનોને બદલે ઠેર-ઠેર મુખ્ય જગ્યાઓએથી ઈ-સ્કૂટર લઈને ટ્રાવેલને સરળ બનાવી શકે એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવેલી. જોકે થોડા દિવસ પહેલાં જ હજારોની સંખ્યામાં ઈ-સ્કૂટરનો ખડકલો રિસાઇક્લિંગ ફૅસિલિટીમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 17 વર્ષની કન્યાએ પ્લેન ચોર્યું, ઉડાડતાં ન આવડતું હોવાથી ઍરપોર્ટની વાડમાં ફસાયું

ઈ-સ્કૂટરને કારણે ઍક્સિડન્ટ્સની સંખ્યા વધી હતી અને એમાં છાશવારે આગ લાગી જતી હોવાથી ઑથોરિટીએ ઈ-સ્કૂટર માટે કડક નિયમો બનાવ્યા હતા. ઈ-સ્કૂટર સાવ રસ્તા પરથી ગાયબ થઈ જાય એના બદલે ડિફેક્ટિવ પીસને રિસાઇકલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

singapore offbeat news hatke news