બતકની આ ફોજ ખેતરના ઊભા પાકમાંથી કચરો સાફ કરીને સફાઈ કરી જાય છે

19 September, 2020 07:10 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

બતકની આ ફોજ ખેતરના ઊભા પાકમાંથી કચરો સાફ કરીને સફાઈ કરી જાય છે

બતકની ફોજ

થાઇલૅન્ડમાં ડાંગરનાં ખેતરોની સાફસફાઈની જવાબદારી બતકોની ફોજ સંભાળે છે. ઊભા પાકમાં ક્યાંય જીવજંતુઓ હોય તો એનો નિકાલ કરવા ઉપરાંત છોડવા-ડૂંડાં-ફોતરાંના કચરાનો નિકાલ પણ એ બતકોની ફોજ કરે છે. ડાંગરના નિકાસકાર દેશોમાં બીજા ક્રમના દેશ થાઇલૅન્ડમાં ફક્ત આ ખેતરોની સફાઈ માટે બતકોની મોટી ડિમાન્ડ રહે છે. એ માગણી પૂરી કરવા માટે ઘણાં બતક ઉછેર કેન્દ્રો પણ ચાલે છે. બતક ૨૦ દિવસના થાય એટલે એમને ડાંગરનાં ખેતરોમાં છોડી દેવામાં આવે છે.

ગોકળગાયના અમુક પ્રકાર ડાંગરના પાકને નુકસાન કરી શકે એમ હોય છે. એ ઉપરાંત કેટલાક ફરતા અને કેટલાક ઊડતા જંતુઓ ઊભા પાક પર જોખમ ઊભું કરે છે. એ જીવજંતુઓ ઉપરાંત ડાંગરનો પાક ઉતારી લીધા પછીના સૂકા કચરાના નિકાલમાં પણ બતકની ફોજ ઉપયોગી થાય છે. એ બતકો વર્ષના પાંચ મહિના એકથી બીજા ખેતરમાં ફરતા હોય છે અને ત્યાં કામગીરી પૂરી થયા પછી એમના ડક ફાર્મમાં પાછા જઈને ઈંડાં મૂકે છે. ૧૦,૦૦૦ બતકો ૭૦ હેક્ટર જમીન પર ફેલાયેલાં ખેતરોની સફાઈ માટે સક્ષમ નીવડે છે. 

thailand offbeat news hatke news international news