19મી સદીની વિન્ટેજ સ્ટાઇલમાં જ આ બહેન રોજ તૈયાર થાય છે

22 November, 2020 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

19મી સદીની વિન્ટેજ સ્ટાઇલમાં જ આ બહેન રોજ તૈયાર થાય છે

આ બહેન રોજ તૈયાર થાય છે વિન્ટેજ સ્ટાઇલમાં

આજકાલ ફૅશન એટલી ઝડપથી બદલાઈ રહી છે કે હજી નવી ફૅશનનાં કપડાં માંડ બે કે ત્રણ વખત જ પહેર્યાં હોય અને એ ફેશનની દુનિયામાં ભૂતકાળ બની જાય. જોકે આવા સમયે મિલા પોવોરોઝનુક નામની આ યુવતી ૧૯મી સદીની ફૅશનને વળગી રહી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી મિલા વિક્ટોરિયન સમયનાં લાંબાં કપડાં, એ જ પ્રકારની ટોપી અને પગરખાં સહિત વિન્ટેજ અટાયર્સ જ પહેરે છે અને ઍક્સેસરીઝનો સાજ-શણગાર પણ રેટ્રો સ્ટાઇલનો કરે છે. મિલાનું કહેવું છે કે વિન્ટેજ શૈલીનાં વસ્ત્રો મને વધુ આરામદાયી લાગે છે.

શરૂઆતમાં તેણે વિન્ટેજ બ્લાઉઝ અને ત્યાર બાદ સ્કર્ટ વસાવેલાં. જોકે ધીમે-ધીમે વિન્ટેજ કપડાંનાં વસ્ત્રોથી કબાટ ભરવા માંડ્યું. આવાં વસ્ત્રોમાં તે વધુ આત્મવિશ્વાસ અનુવે છે એમ જણાવતાં મિલા વધુમાં ઉમેરે છે કે હવે હું કાયમ આવાં જ વસ્ત્રો પહેરીશ.

લગભગ ૧૨ વર્ષ પહેલાં મિલા એક ઐતિહાસિક રિકન્સ્ટ્રક્શન ક્લબમાં ગઈ હતી. આ ક્લબમાં તેને જૂની કોતરણી અને પેઇન્ટિંગ્સનો ઉપયોગ કરીને વિવિધ તહેવારો તેમ જ યુદ્ધને પુનર્જીવિત કરવા કૉસ્ચ્યુમ સીવવાનો મોકો મળ્યો હતો જેને લીધે તે આ પ્રકારનાં વસ્ત્રો સીવતાં શીખી હતી.

offbeat news hatke news international news