આ બહેનના પગના નખ એટલા લાંબા છે કે શૂઝ પણ પહેરી નથી શકાતાં

11 May, 2020 07:25 AM IST  |  Ohio | Gujarati Mid-day Correspondent

આ બહેનના પગના નખ એટલા લાંબા છે કે શૂઝ પણ પહેરી નથી શકાતાં

પગના નખ એટલા લાંબા છે કે શૂઝ પણ પહેરી નથી શકાતાં

અમેરિકાના ઓહાયો સ્ટેટના કોલમ્બસ શહેરની રહેવાસી ૫૮ વર્ષની મહિલા અરિન્દા સ્ટૉર્મવીવરને પગના નખ કાપવાનો કંટાળો આવે છે. ભલે તેને નખ કાપવાનો કંટાળો આવે, પણ બહેન નખ રંગીને એને આકર્ષક રાખવામાં જરાય કચાશ નથી રાખતાં. વર્ષમાં એકાદ વખત તે પગના નખ કાપતી હોવાથી એ નખની લંબાઈ પણ અસાધારણ પ્રમાણમાં વધી છે અને એને કારણે અરિન્દા પગમાં શૂઝ પહેરી શકતી નથી. જોકે એમ છતાં બહેને એ નખમાંથી કમાણી કરવાનો રસ્તો શોધી લીધો છે. તેના લાંબા નખનો વિડિયો લોકોના કુતૂહલનો વિષય હોવાથી અરિન્દા તેના નખની ૧૦ મિનિટની વિડિયો-ક્લિપિંગ્સ ૯૦૦થી ૧૧૦૦ રૂપિયાની આસપાસની કિંમતે વેચે છે. તે પોતાના હાથ-પગના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શૅર કરે છે. ૨૦૦૬માં અરિન્દાએ બીમારીને કારણે બન્ને સ્તન કપાવવાની સર્જરી કરાવ્યા પછીની સારવારના સમયગાળામાં પોતાના નખ વધી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એ વખતે એણે MySpace નામની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર પોતાના નખના ફોટોગ્રાફ અપલોડ કર્યા હતા. એ ફોટોગ્રાફ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતાં તેણે નખના નામે વિડિયો એને ફોટોનો સિલસિલો શરૂ કરી દીધો હતો જે આજે પણ ચાલુ છે.

ohio united states of america offbeat news hatke news