આ બહેને દસ વર્ષમાં દસ બાળકો જણ્યાં છે અને હજી બીજાં બે બાળકો કરવાં છે

08 October, 2020 07:32 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

આ બહેને દસ વર્ષમાં દસ બાળકો જણ્યાં છે અને હજી બીજાં બે બાળકો કરવાં છે

આ બહેને દસ વર્ષમાં દસ બાળકો જણ્યાં છે

આજકાલ એક કે બે બાળકોથી વધુ આગળ વધવાનું કોઈ યુગલને પસંદ નથી, પરંતુ એમાંય અપવાદ હોઈ શકે છે. કર્ટની રૉજર્સ નામની અમેરિકન મહિલાને છોકરા જણવાની મોજ પડે છે. ક્રિસ રૉજર્સ સાથે ૨૦૦૮માં લગ્ન થયા પછી અત્યાર સુધીમાં ૬ દીકરા અને ૪ દીકરી મળીને દસ બાળકો પેદા કર્યાં છે. કર્ટની હાલમાં સગર્ભા છે અને ૧૯ નવેમ્બરે તેની ડ્યુ-ડેટ છે.

કર્ટની અને ક્રિસ બન્ને ઓછામાં ઓછાં બાર સંતાનો (ક્રિકેટ ટીમમાં ૧૧ મુખ્ય ખેલાડી અને એક બારમો ખેલાડી હોય છે એથી તેમની બચ્ચાં પાર્ટી કે ચિલ્લર પાર્ટીને ક્રિકેટ ટીમ સાથે સરખાવી શકાય) સહિત ઓછામાં ઓછા ૧૪ જણનો પરિવાર બનાવવા ઉત્સુક છે.

૩૬ વર્ષની કર્ટનીએ ૨૦૧૦માં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. વિશેષ બાબત એવી છે કે જે રીતે કર્ટની અને ક્રિસનાં નામ અંગ્રેજી અક્ષર ‘C’થી શરૂ થાય છે એ રીતે એ દંપતીનાં બાળકોનાં નામ પણ ‘C’થી શરૂ થાય છે. સંતાનોનાં નામ છે - ક્લિન્ટ, ક્લે, કૅલી, કૅશ, કોલ્ટ અને કેઇસ (જોડિયાં), સેલેના, કેડ્યુ અને કોરાલી. તેમનો બાળકોના ખાનપાનનો માસિક ખર્ચ ૧૨૦૦ ડૉલર એટલે કે અંદાજે ૮૮,૦૦૦ રૂપિયા થાય છે.

offbeat news hatke news united states of america