87 કલાકમાં 7 ખંડનો પ્રવાસ કરીને રેકૉર્ડ બનાવ્યો આ આરબ મહિલાએ

20 November, 2020 07:43 AM IST  |  UAE | Gujarati Mid-day Correspondent

87 કલાકમાં 7 ખંડનો પ્રવાસ કરીને રેકૉર્ડ બનાવ્યો આ આરબ મહિલાએ

ડૉ. ખાવલા રોમાઇથી

સંયુક્ત આરબ અમીરાતની ડૉ. ખાવલા રોમાઇથી નામની મહિલાએ જસ્ટ ૮૭ કલાકમાં અરાઉન્ડ ધ વર્લ્ડની ટ્રિપ પૂરી કરીને એક નવો વિક્રમ સરજ્યો છે. વાત એમ છે કે તેણે ૩ દિવસ, ૧૪ કલાક, ૪૬ મિનિટ અને ૪૮ સેકન્ડમાં વિશ્વના ૭ ખંડોના ૨૦૮ દેશોની વિઝિટ કરી હતી. અલબત્ત, ખાવલાબહેનનો આ પ્રવાસ ૨૦૨૦ના  ફેબ્રુઆરી મહિનામાં જ પૂરો થયો હતો, પરંતુ તેના આ સાહસને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રમાણિત કરવામાં આવ્યો છે. કોરોના રોગચાળાના સંદર્ભમાં નિયંત્રણો લાગુ થાય એનાં કેટલાંક અઠવાડિયાં પૂર્વે એ પ્રવાસ પૂરો થયો હતો અને એ રીતે તેને માટે ૨૦૨૦નું વર્ષ શરૂઆતમાં જ યાદગાર બની ગયું હતું. ડૉ. ખાવલાનું કહેવું છે કે ‘સંયુક્ત આરબ અમીરાત સૌથી ઊંચી ઇમારત સહિત અનેક બાબતોના વિક્રમ ધરાવે છે. આ દેશમાં લગભગ ૨૦૦ અલગ-અલગ રાષ્ટ્રીયતા ધરાવતા લોકો રહે છે. આ અલગ-અલગ રાષ્ટ્રીયતા ધરાવતા લોકોના મૂળ દેશને જોવાની મને ઇચ્છા હતી. એ ઇચ્છા પૂરી કરવા માટે આ પ્રવાસ હાથ ધર્યો હતો.’

અલબત્ત, ખૂબ ટૂંકા સમયમાં આખો પ્રવાસ પૂરો કરવા માટે તેણે ઘણું પ્લાનિંગ કર્યું હતું અને સતત એક સ્થળેથી બીજા સ્થળે ફ્લાઇટ્સમાં ઊડાઊડ કરી હતી. તેનું છેક છેલ્લું ડેસ્ટિનેશન ઑસ્ટ્રેલિયાનું સિડની હતું.

united arab emirates offbeat news hatke news international news