મિનિ રોનાલ્ડો તરીકે ઓળખાય છે બે વર્ષનો આ ટાબરિયો

15 February, 2020 07:49 AM IST  | 

મિનિ રોનાલ્ડો તરીકે ઓળખાય છે બે વર્ષનો આ ટાબરિયો

મિનિ રોનાલ્ડો

બે વર્ષનો ટાબરિયો ફુટબૉલની કલાબાજી કરીને સીધો વૉશિંગ મશીનના ડ્રમમાં ફુટબૉલ નાખે છે એનો વિડિયો તેની મમ્મી ડેઇઝી વેબ્સ્ટરે સોશ્યલ મીડિયા પર મૂક્યો ત્યારથી સોશ્યલ મીડિયા પર એ ચર્ચાનો વિષય બન્યો છે. કોઈને તેનામાં ડેવિડ બૅકહૅમ તો કોઈને રોનાલ્ડો દેખાય છે.

અન્ય એક વિડિયોમાં આ ટાબરિયું કૉરિડોરના એક છેડાથી ફુટબૉલને કિક મારીને બેડરૂમમાં મૂકેલી નાની બાસ્કેટબૉલ-નેટમાં નાખે છે. ટેડના આ વિડિયોને ૨૪ કલાકમાં જ ૨૦૦૦ જેટલી લાઇક્સ મળી છે.

ટેડની મમ્મી કહે છે કે ઘરમાં તેને માટે ઘણાં રમકડાં લાવ્યાં હોવા છતાં ફુટબૉલ હંમેશાં તેની પહેલી પસંદગી રહ્યો છે. ચાલતાં શીખવા સાથે જ ટેડ ફુટબૉલને કિક મારતાં શીખ્યો છે. અમે ક્યાંક બહાર જતા હોઈએ તો પણ ફુટબૉલ સાથે જ હોય. ટેડ રોજ ઘરમાં અવનવી ટેક્નિક્સ ટ્રાય કરીને પોતાની રમતમાં કૌશલ ઉમેરતો હોય છે.

offbeat news hatke news