આ ભાઈ 37 વર્ષથી આ હંસલા સાથે ગજબની દોસ્તી ધરાવે છે

11 February, 2021 07:23 AM IST  |  Turkey

આ ભાઈ 37 વર્ષથી આ હંસલા સાથે ગજબની દોસ્તી ધરાવે છે

આ ભાઈની આ હંસલા સાથે ગજબની દોસ્તી

લગભગ ૩૭ વર્ષ પહેલાં મિત્રો સાથે ટર્કીના વેસ્ટર્ન એડિર્ને રાજ્યના પ્રવાસે નીકળેલા ટર્કીના રિટાયર્ડ પોસ્ટમૅન રેકેપ મિર્ઝાન તૂટેલી પાંખવાળી ઘાયલ માદા હંસ ગરીપને બચાવી પોતાના ઘરે લાવ્યો હતો. એની પાંખની ઈજા થોડા દિવસમાં સારી થઈ ગઈ, પણ ત્યાર બાદ એ મિર્ઝાનના ખેતરમાં રહેવા લાગી અને ફાર્મનાં અન્ય પાળેલાં પ્રાણીઓ સાથે પણ એની મિત્રતા થઈ ગઈ.  

સામાન્ય રીતે હંસનો જીવનકાળ ૧૨ વર્ષ જેટલો હોય છે પરંતુ સુરક્ષિત વાતાવરણમાં એ ૩૦ વર્ષ કે એથી વધુ પણ જીવી શકે છે. છેલ્લાં ૩૭ વર્ષથી ગરીપ મિર્ઝાન સાથે ગ્રીસની બૉર્ડર પર આવેલા કારાગાક વિસ્તારસ્થિત તેના ફાર્મહાઉસમાં રહે છે. મિર્ઝાન કામ કરતો હોય ત્યારે આખો દિવસ ગરીપ તેની પાછળ ફરે છે તેમ જ તેની સાથે ઈવનિંગ વૉક પણ કરે છે. મિર્ઝાન જણાવે છે કે છેલ્લાં ૩૭ વર્ષમાં તેઓ એક વાર પણ વિખૂટાં પડ્યાં નથી. ગરીપ ખૂબ જ વફાદાર છે. દિવસનો મોટા ભાગનો સમય પીંજરાથી બહાર હોવા છતાં એ નાસી નથી ગઈ. એથી ૬૩ વર્ષનો મિર્ઝાન એને પોતાના બાળકની જેમ પ્રેમ કરે છે.

offbeat news hatke news international news turkey