વાંસની વૉટર બૉટલ અને વાંસના કુકીઝ

22 September, 2020 07:42 AM IST  |  Tripura | Gujarati Mid-day Correspondent

વાંસની વૉટર બૉટલ અને વાંસના કુકીઝ

વાંસના કુકીઝ

પર્યાવરણ ફ્રેન્ડલી ચીજોની હવે દુનિયાભરમાં કદર થવા લાગી છે એને કારણે પાણીની બૉટલ બનાવવાની હોય કે રોજબરોજની ચીજો એમાં ડીગ્રેડેબલ બામ્બૂનો ઉપયોગ વધી ગયો છે.

ગયા અઠવાડિયે બામ્બૂ ડેની ઊજવણી થયેલી અને એ નિમિત્તે ત્રિપુરા રાજ્યના મુખ્ય પ્રધાન બિપ્લવ કુમાર દેવે બામ્બૂમાંથી અનોખી અને હેલ્ધી ચીજ લોકો સામે મૂકી હતી. બામ્બૂમાંથી બનેલી કુકીઝ તેમ જ પાણીની બૉટલની તસવીરો ટ્વિટર પર વહેતી મૂકીને તેમણે લખ્યું હતું કે, વિશ્વ વાંસ દિવસે કેટલીક પ્રોડક્ટ્સ તૈયાર થઈ છે. ત્રિપુરામાં ખૂબ મોટા પાયે વાંસ ઊગે છે અને એટલે એમાંથી જાતજાતની ચીજો બનાવીને રાજ્યમાં સ્ત્રીઓ આત્મનિર્ભર તો થશે જ, પણ સાથે રાજ્યની આગવી ઓળખ પણ ઊભી થશે.

offbeat news hatke news tripura national news