મલેશિયાની આ ટ્રેડિશનલ કેક છે વિશ્વની સૌથી જટિલ ડિઝર્ટ આર્ટ

17 August, 2020 08:12 AM IST  |  Malaysia | Gujarati Mid-day Correspondent

મલેશિયાની આ ટ્રેડિશનલ કેક છે વિશ્વની સૌથી જટિલ ડિઝર્ટ આર્ટ

મલેશિયાની આ ટ્રેડિશનલ કેક છે

આ સાથે મૂકવામાં આવેલાં કેકનાં ચોસલાંની અંદર અલગ-અલગ રંગનાં અને શેપનાં જટિલ લેયર્સ છે જેને કારણે એક ખાસ ડિઝાઇન બની છે. આ કેક મલેશિયાની ટ્રેડિશનલ ડિઝર્ટ આઇટમ છે. ૧૯૭૦ની સાલની આસપાસ મલેશિયાના સારાવાક રાજ્યમાં ડચ વસાહતીઓએ આ નવી ડિઝાઇનર કેકનો આવિષ્કાર કર્યો હતો એવું મનાય છે. કેકનું બહારનું લેયર તો બ્રાઉન રંગનું જ હોય છે, પરંતુ એની અંદર કેલિડોસ્કોપ જેવી ડિઝાઇન હોય છે અને એ પાછી રંગબેરંગી પણ હોય છે. આ કેક બનાવતાં ઓછામાં ઓછા ૭થી ૮ કલાક લાગે છે.

એવું જરાય નહીં માનતા કે કેક બનાવતી વખતે આવી મસ્તમજાની ડિઝાઇન હોય છે. હકીકતમાં અલગ-અલગ કલરનાં કેકનાં પાતળાં લેયર માટીના ઘડામાં પકવવામાં આવે છે અને પછી એના નાના-નાના ટુકડા કરીને ક્રીમ અને ફ્રૂટ જૅમથી એકબીજા સાથે ચોંટાડીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

malaysia offbeat news hatke news international news