ઑનલાઇન ક્લાસ માટે આ ટીચરે વાપર્યો રેફ્રિજરેટરની ટ્રેનો જુગાડ

11 August, 2020 07:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન ક્લાસ માટે આ ટીચરે વાપર્યો રેફ્રિજરેટરની ટ્રેનો જુગાડ

રેફ્રિજરેટરની ટ્રેનો ઉપયોગ કર્યો ભણાવવા માટે

વર્ક ફ્રૉમ હોમની જેમ સ્કૂલિંગ ફ્રૉમ હોમનું કલ્ચર હવે ડેવલપ થઈ રહ્યું છે. કોરોનાને કારણે સ્કૂલો બંધ છે, પણ વિદ્યાર્થીઓનું ભણવાનું નહીં. જોકે અપૂરતાં સાધનોને કારણે ઑનલાઇન સ્કૂલિંગ ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બન્ને માટે ડિફિકલ્ટ બની રહ્યું છે. એવામાં એક ટીચરનો જુગાડ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ટીચરે રેફ્રિજરેટરની ટ્રાન્સપરન્ટ પાર્ટિશન માટેની ટ્રેને બોર્ડની જેમ વાપરી છે. બે બૉક્સ પર આ ટ્રે મૂકવામાં આવી છે અને એ ટ્રેની ઉપર મોબાઇલ છે. ટ્રેની નીચે ચોપડો એવી રીતે મૂકવામાં આવ્યો છે કે એમાં લખેલું બધું મોબાઇલમાં જોઈ શકાય. ગણિતના દાખલા આ રીતે શીખવતી ટીચરના જુગાડે ટ્વિટર પર જબરી વાહવાહી મેળવી છે.

offbeat news hatke news