સોના અને ચાંદીના પાવડરમાંથી બન્યો છે આ સાબુ, કિંમત છે બે લાખ રૂપિયા

25 November, 2020 09:36 AM IST  |  Lebanon | Gujarati Mid-day Correspondent

સોના અને ચાંદીના પાવડરમાંથી બન્યો છે આ સાબુ, કિંમત છે બે લાખ રૂપિયા

સોના અને ચાંદીના પાવડરમાંથી બનેલો સાબુ

સાબુ પાછળ તમે કેટલા રૂપિયા ખર્ચી શકો? સો, બસ્સો રૂપિયા કે વધુમાં વધુ બે હજાર રૂપિયા, પણ લેબનનની એક કંપનીએ ટ્રિપોલીમાં સાબુની ફૅક્ટરી બનાવી છે જે લક્ઝરી સોપ્સ બનાવે છે. બેડર હેસન ઍન્ડ સન્સ નામની એક ફૅમિલી દ્વારા ચાલતી આ ફૅક્ટરીની સ્કિન-કૅર પ્રોડક્ટ્સ દુબઈની મોસ્ટ એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સની શૉપ્સમાં વેચાય છે. આ કંપનીએ એક સાબુ બનાવ્યો છે જેમાં સોના અને ચાંદીનો પાઉડર વાપરવામાં આવ્યો છે. આ એક્સપેન્સિવ સાબુ કતારનાં ફર્સ્ટ લેડી માટે પહેલી વાર ૨૦૧૩માં બનાવવામાં આવ્યો હતો. આ સાબુ દુબઈના રાજવીઓ એકબીજાને એક્સ્પેન્સિવ ગિફ્ટ્સ આપવાની હોય ત્યારે ખાસ ઑર્ડર કરે છે. ૨૦૧૫માં પહેલી વાર આ સોપને વિશ્વના મોસ્ટ એક્સ્પેન્સિવ બાર ગણવામાં આવ્યો હતો. જોકે એમાં ડાયમન્ડની ભૂકી પણ રહેતી હોવાથી એનું ટેક્સ્ચર થોડુંક રફ રહેતું હતું. હાલના કંપનીના સીઇઓએ આ સોપને હેન્ડક્રાફ્ટ કર્યો છે અને એમાં ૨૪ કૅરેટ સોનાથી જે વ્યક્તિને માટે બનાવવાનું છે એનું નામ કોતરવામાં આવે છે.

એવો દાવો કરવામાં આવે છે કે આ સાબુથી નાહવાથી તમારા રોજના બાથ રુટિનની મજા બેવડાઈ જાય છે. આ માત્ર વિશ્વનો સૌથી મોંઘો સાબુ છે એટલું જ નહીં, એ વાપરવાથી સાઇકોલૉજિકલ અને સ્પિરિચ્યુઅલ ઇફેક્ટ્સ પણ આપે છે.

offbeat news hatke news international news