આ ગોકળગાય મલેશિયાના ચોક્કસ વિસ્તારના 1000 કિમીના ક્ષેત્રમાં જોવા મળે છે

10 May, 2020 08:11 AM IST  |  Malaysia | Gujarati Mid-day Correspondent

આ ગોકળગાય મલેશિયાના ચોક્કસ વિસ્તારના 1000 કિમીના ક્ષેત્રમાં જોવા મળે છે

ગોકળગાય

ફાયર સ્નેઇલ નામે ઓળખાતી વિશિષ્ટ પ્રકારની અને લાલ રંગ સહિત વિશિષ્ટ દેખાવ ધરાવતી ગોકળગાય મલેશિયાના ટાપુઓના સમૂહમાં સમુદ્રની સપાટીથી ૧૦૦૦ મીટર ઉપર ૧૦૦ કિલોમીટરના વ્યાસ ધરાવતા કેમેરુન હાઇલૅન્ડ્સ પરિસરમાં જ જોવા મળે છે. એને ઘરમાં કે બંધિયાર વાતાવરણમાં રાખવી મુશ્કેલ હોવા છતાં સ્થાનિક લોકો એ ગોકળગાયને પાળે છે. પ્લેટીમા ટ્વિડેઇ નામે ઓળખાતી ગોકળગાય કેમેરુન હાઇલૅન્ડ્સ ઉપરાંત આસપાસના ટેમેન્ગોર અને કેલેન્ટન નામનાં ક્ષેત્રોમાં પણ મળી છે. એ ગોકળગાયને મુખ્યત્વે ઠંડાં, ભેજવાળાં અને વાદળછાયાં જંગલો વધારે અનુકૂળ છે. યુનિવર્સિટી મલેશિયા સબાહના પ્રાધ્યાપક જૂન કિટ ફુટના સંશોધનલેખમાં ગોકળગાયના આ પ્રકાર વિશે ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

malaysia offbeat news hatke news