ઈન્ટરવ્યૂમાં છોકરીને પૂછવામાં આવ્યું, શરીરનું કયું અંગ સૌથી ગરમ હોય છે?

13 October, 2020 11:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઈન્ટરવ્યૂમાં છોકરીને પૂછવામાં આવ્યું, શરીરનું કયું અંગ સૌથી ગરમ હોય છે?

પ્રતીકાત્મક તસવીર

આજે જીવનમાં આગળ વધવા માટે આપણે સારા ભણી ગણીને સારી નોકરીની અપેક્ષા રાખતા હોઈએ છીએ. પણ આપણને સારી નોકરી ત્યારે મળે જ્યારે આપણે ઈન્ટરવ્યૂમાં પાસ થઈએ. ઈન્ટરવ્યૂ તો હજારો લોકો આપે છે પણ તેમાથી અમુક જ લોકો પાસ થાય છે. જોકે રાત-દિવસ એક કરીને અને સખત મહેનત કરીને ઈન્ટરવ્યૂ તો પાસ કરી લેવાય છે પણ તેનાથી પણ અઘરા લાગે છે ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સવાલો.

એવામાં ઘણી વાર તો એવા સવાલો પૂછવામાં આવે છે કે ઈન્ટરવ્યૂ આપનાર પણ હેરાન રહી જાય છે કે છેલ્લે આપણે શું જવાબ આપવો? જોકે આવા સવાલો પૂછવા પાછળનો માત્ર એક જ હેતું હોય છે તમારો કૉન્ફિડન્સ અને તમારું જ્ઞાન જાણવાનું હોય છે અને કંપનીઓ જાણવા માંગતા હોય છે કે તમે કેટલા ઓછા સમયમાં આ સવાલોના જવાબ આત્મવિશ્વાસ સાથે આપી શકો છો.

આ સિવાય તેઓ તમારા ચહેરાના હાવભાવથી જ ઓળખી લે છે કે તેઓને કંપનીમાં રાખવા જોઈએ કે નહીં. કરિયર અને અભ્યાસને લઈને તો સવાલ પૂછવામાં આવે છે પણ અમુક એવા પણ સવાલો પૂછવામાં આવે છે કે તમે વિચારમાં પડી જશો કે આ કેવો સવાલ છે?, આવા સવાલ કોણ પૂછે?

તો વાંચો આવા સવાલો પણ તમને પૂછવામાં આવી શકે છે:

- જો હું તમારી બહેનને લઈને ભાગી જાઉ તો?

- જો ઉત્તર દિશાથી દક્ષિણ તરફ પવન ફૂંકાઈ રહ્યો હોય તો વૃક્ષ નીચે પડેલી મગફળી કઈ દિશામાં જશે?

- ક્યાં મહિનામાં માણસ સૌથી ઓછી ઊંઘ કાઢે છે?

- માણસના શરીરનું કયું અંગ સૌથી ગરમ હોય છે?

- જો તમારા પતિનું આકસ્મિક રીતે મૃત્યુ થાય છે અને તમે બીજા લગ્ન કરો છો, પણ ત્રણ વર્ષ પછી તમારો પહેલો પતિ પાછો આવી જાય તો તમે શું કરશો?

- શરીરના કયા ભાગમાંથી ક્યારે પણ પરસેવો નીકળતો નથી?

offbeat news hatke news national news