24 પંક્તિઓની કવિતામાંથી હિંટ મેળવી શોધ્યો ખજાનો

10 June, 2020 12:23 PM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

24 પંક્તિઓની કવિતામાંથી હિંટ મેળવી શોધ્યો ખજાનો

ખજાનો

ન્યુ મેક્સિકોમાં જાણીતા આર્ટ ઍન્ડ ઍન્ટિક્વિટી કલેક્ટરના જણાવ્યા મુજબ તેમણે છુપાવેલી ખજાનાની પેટી એક અજાણ્યા સાહસિકે પહાડી જંગલમાં શોધખોળ કરીને મેળવી લીધી છે. આ ખજાનામાં લગભગ સવાસાત કરોડ રૂપિયાનાં હીરા-ઝવેરાત અને કીમતી વસ્તુઓ ભરેલી કાંસાની પેટી છે. સાન્તા ફે શહેરના ૮૯ વર્ષના ફૉરેસ્ટ ફૅનના કહેવા મુજબ પૂર્વના અંતરિયાળ વિસ્તારમાં રહેતા માણસે ફોટોગ્રાફ મોકલીને તેને ખજાનાની પેટી મળી હોવાનું કન્ફર્મ કર્યું છે. ફૉરેસ્ટ ફૅને જણાવ્યું કે ‘જેણે ખજાનાની પેટી શોધી તેણે એનું ચોક્કસ સ્થાન જણાવ્યું નહોતું. દાયકા પૂર્વે મેં પહાડી જંગલનાં ઝાડી-ઝાંખરામાં જ્યાં એ પેટી મૂકી હતી ત્યાંથી એ આઘીપાછી થઈ નહોતી. એ પેટી કોણે શોધી એ હું જાણતો નથી, પરંતુ મારા પુસ્તકમાંની કવિતાના આધારે તેણે એ સ્થળ શોધી કાઢ્યું હતું.’

ફૉરેસ્ટ ફૅને છુપાવેલા ખજાનાના સંકેત ઑનલાઇન નોટમાં આપવા ઉપરાંત ૨૦૧૦માં પ્રકાશિત તેની આત્મકથા ‘થ્રિલ ઑફ ચેઝ’માં લખેલી ૨૪ લીટીની કવિતામાં પણ આપ્યા હતા. એના આધારે સાહસિકે ખજાનાની પેટી શોધી કાઢી હતી. ફૉરેસ્ટ ફૅને પેટી છુપાવ્યા બાદ એના વિશે કડીઓ અને સંકેતો આપીને ‘ટ્રેઝર હન્ટ’નો પડકાર લોકો સામે મૂક્યો હતો. ફૉરેસ્ટ ફૅને ૨૦૧૭માં જણાવ્યું હતું કે ‘૯ કિલો વજનની પેટીમાં ભરેલા ખજાનાનું વજન ૧૦ કિલો છે. મેં બે પ્રવાસ બાદ એ પેટીને હાલના સ્થાને ગોઠવી હતી.’

mexico offbeat news hatke news