ફોટોગ્રાફ હોવાનો ભાસ કરાવે એવાં પેન્સિલ પેઇન્ટિંગ્સ

23 September, 2020 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટોગ્રાફ હોવાનો ભાસ કરાવે એવાં પેન્સિલ પેઇન્ટિંગ્સ

પેન્સિલ પેઇન્ટિંગ્સ

બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો પાડ્યો હોય એવી આબેહૂબ તસવીર પેન્સિલથી દોરવામાં ઇટલીની ઇમાનુએલ ડેસ્કાનિયાનો જોટો જડે એમ નથી.

૩૭ વર્ષની ઇમાનુએલ ઘણી વખત એક માસ્ટરપીસ તૈયાર કરવામાં સેંકડો કલાક વિતાવે છે અને ઘણી વાર તો તે દિવસના ૧૨થી ૧૪ કલાક પેઇન્ટિંગ બનાવવા માટે ગાળવામાં પોતાના અંગત જીવનની પળોનું પણ બલિદાન આપે છે. જોકે આને તે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ગણાવે છે.

ઇમાનુએલ ૧૮ વર્ષની થઈ ત્યાં સુધી તે જીવનના નિર્ણયો વિશે સ્પષ્ટ હતી કે તે કલાકાર બનવા માગે છે ને એ માટે તેણે લુસિયો ફોન્ટાના આર્ટ સ્કૂલમાં ઍડ્મિશન મેળવી ૨૦૦માં ગ્રૅજ્યુએશન કર્યું હતું. તે મહાન માસ્ટર મારિયો ડોનિજેટ્ટીના શિષ્ય ઇટાલિયન ચિત્રકાર જિયાનકાલોંની શિષ્ય હતી.

offbeat news hatke news international news