માસ્ક કાઢ્યા વિના ખાઈ-પી શકાય એવો પૅકમૅન માસ્ક આવી ગયો છે

20 May, 2020 07:05 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

માસ્ક કાઢ્યા વિના ખાઈ-પી શકાય એવો પૅકમૅન માસ્ક આવી ગયો છે

પૅકમૅન માસ્ક

ઇઝરાયલના વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસથી બચવા એક એવો માસ્ક બનાવ્યો છે કે એ પહેરેલો રાખીને ખાઈ-પી શકાય. માસ્કને ખસેડવા માટે રિમોટ કન્ટ્રોલનો ઉપયોગ કરવો પડે છે. એને કારણે લોકોને રેસ્ટોરાંમાં જવામાં બહુ વાંધો આવતો નથી. સાઇક્લિસ્ટો જેમ હૅન્ડ-બ્રેક દબાવે છે એ પ્રકારનું એક લિવર દબાવવાથી માસ્કનો મોઢાની આગળનો ભાગ એવી રીતે ખૂલે છે કે તે વ્યક્તિ સહેલાઈથી નાસ્તો કરી શકે કે જમી શકે છે. આર્કેડ ગેમના પૅકમૅનની યાદ અપાવે એવો એ માસ્ક પહેર્યો હોય ત્યારે બ્રેડ, સૅન્ડવિચ કે ભાતની વાનગીઓ ખાવાનું સરળ હોય છે, પરંતુ આઇસક્રીમ કે સૉસ જેવા પદાર્થો ખાવાનું મુશ્કેલ બને છે. ખોરાકનો કોળિયો ભરેલી ચમચી કે ફૉર્ક માસ્ક સુધી પહોંચે ત્યારે એ હૅન્ડ રિમોટ વડે ઑટોમૅટિકલી ખૂલે છે. ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં સોમવારે માસ્ક બનાવનાર કંપનીના વાઇસ પ્રેસિડન્ટે પૅકમૅન માસ્ક્સનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. પેટન્ટ રજિસ્ટર થયા પછી કંપની એ માસ્ક ૬૫થી ૨૧૬ રૂપિયા જેટલા મૂલ્યના સ્થાનિક ચલણની કિંમતે વેચવાનું આયોજન કરી રહી છે.

offbeat news hatke news israel international news