‍આ છે ગોલ્ડન યુનિકૉર્ન ડૉગી: એનો એક કાન માથે કલગીની જેમ ઊગ્યો છે

14 March, 2020 08:19 AM IST  | 

‍આ છે ગોલ્ડન યુનિકૉર્ન ડૉગી: એનો એક કાન માથે કલગીની જેમ ઊગ્યો છે

ગોલ્ડન યુનિકૉર્ન ડૉગી

રે નામનો ગોલ્ડન રિટ્રાઇવર શ્વાન આજકાલ ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થઈ ગયો છે અને એનું કારણ છે એના માથે ઊગેલો એક કાન. ઇન ફૅક્ટ, જન્મ સમયે એ નૉર્મલ જ હતો, પરંતુ તે સાવ નવજાત અવસ્થામાં હતો ત્યારે તેની સાથે એક હાદસો બન્યો અને તે આવી યુનિક સ્થિતિમાં મુકાઈ ગયો.

રે ફક્ત બે દિવસનો હતો ત્યારે તેની મમ્મીએ ડાબો કાન ચાવી જતાં એ કઢાવવો પડ્યો હતો. જોકે એ પછી સારવાર દરમ્યાન તેનો જમણો કાન ખસીને બરાબર ચહેરાની વચ્ચે લગભગ કપાળ પર આવી ગયો હતો. એને કારણે શ્વાન હવે સોશ્યલ મીડિયા પર લોકપ્રિય બન્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડન યુનિકૉર્ન (સોનાનું એક શિંગડું ધરાવતા પ્રાણી)ના નામે એ ગલૂડિયાના અનેક ફૉલોઅર્સ બન્યા છે.

offbeat news hatke news