એક મિનિટમાં 29 મેટલની લાઇસન્સ-પ્લેટ્સનો ખુરદો માત્ર હાથેથી બોલાવી દીધો

01 September, 2020 06:54 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

એક મિનિટમાં 29 મેટલની લાઇસન્સ-પ્લેટ્સનો ખુરદો માત્ર હાથેથી બોલાવી દીધો

એક મિનિટમાં ૨૯ જેટલી મેટલ લાઇસન્સ-પ્લેટના ટુકડા કરી નાખ્યા

અમેરિકાના પ્રોફેશનલ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયન બિલ ક્લાર્કે માત્ર એક મિનિટમાં ૨૯ જેટલી મેટલ લાઇસન્સ-પ્લેટના હાથ વડે બે ટુકડા કરીને નવો ગિનેસ વર્લ્ડ રકૉર્ડ બનાવ્યો છે.

આ રેકૉર્ડ બનાવીને ક્લાર્કે બે વર્ષ પહેલાં બનાવેલો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. આ વખતે તેણે બિન્ગહૅમ્ટનના એક સ્ટેડિયમમાં યુએસ સરકાર દ્વારા જારી કરાયેલી ૨૯ લાઇસન્સ-પ્લેટોને બે ભાગમાં ચીરી નાખી હતી.

રેકૉર્ડ માટે વપરાયેલી કાર-નંબરની પ્લેટોને તેણે હાથ વડે ચીરી નાખી હતી. આ ઇવેન્ટમાં એકઠાં થયેલા નાણાં કોરોના વાઇરસ ફ્રન્ટલાઇન કામદારો માટે દાન કરવામાં આવ્યાં હતાં.

united states of america offbeat news hatke news international news