એકતરફ ખેડૂતો તીડથી ડરે છે, જ્યારે આ ભાઈ તીડની ખેતી કરે છે

04 August, 2020 10:08 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

એકતરફ ખેડૂતો તીડથી ડરે છે, જ્યારે આ ભાઈ તીડની ખેતી કરે છે

તીડની ખેતી

ઇઝરાયલમાં તામિર નામના એક ભાઈએ એક બ્રીડિંગ ફાર્મ ખોલ્યું છે જેમાં તીડનું બ્રીડિંગ થાય છે. યસ, આપણે ત્યાં તીડ ન આવે એ માટે ખેડૂતો પ્રાર્થના કરે છે ત્યારે આ ભાઈએ તીડનો ઉછેર અને સંવર્ધનનું કામ કરે છે.

આ ભાઈ પોતે તીડ ખાય છે અને ઇઝરાયલમાં ઘણા લોકો એવા છે જે ચિકનના બદલે તીડનો ભોજનમાં ઉપયોગ કરે છે. એમાં પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે એવું મનાતું હોવાથી ઇઝરાયલની એક કંપની તીડને સસ્ટેનેબલ ફૂડ તરીકે પ્રમોટ કરવા માગે છે.

israel offbeat news hatke news