કેરળના આ ભાઈએ બનાવી વિશ્વની સૌથી મોટી 9 ફુટની માર્કર પેન

13 November, 2020 07:59 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

કેરળના આ ભાઈએ બનાવી વિશ્વની સૌથી મોટી 9 ફુટની માર્કર પેન

વિશ્વની સૌથી મોટી 9 ફુટની માર્કર પેન

વિશ્વની સૌથી મોટી માર્કર પેન તૈયાર કરવાનો રેકૉર્ડ તાજેતરમાં કેરળના મોહમ્મદ દિલીફના નામે નોંધાયો છે. ગિનનેસ વર્લ્ડ રેકૉર્ડના ફેસબુક-પેજ પર આ પેન કઈ રીતે તૈયાર કરાઈ અને એનાથી કઈ રીતે લખી શકાય એનો વિડિયો શૅર કર્યો છે.

આ વિડિયોમાં મોહમ્મદ દિલીફ અને તેના કેટલાક મિત્રોએ ૨.૭૪૫ મીટર બાય ૦.૩૧૫ મીટરના કદની પેન કઈ રીતે તૈયાર કરી એ જોઈ શકાય છે. આ પેનથી તે અંગ્રેજીમાં ઇન્ડિયા પણ લખે છે. અલબત્ત, આ માટે પેન ઉપાડવા તેણે બીજા ત્રણેક જણની મદદ લેવી પડે છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની વેબસાઇટ મુજબ આ રેકૉર્ડ પાંચ સપ્ટેમ્બરે બન્યો હતો.

kerala offbeat news hatke news national news