આ પંખી સતત 10 મહિના જમીન પર ઊતર્યા વગર હવામાં ઊડતું રહી શકે છે

17 April, 2020 10:08 AM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

આ પંખી સતત 10 મહિના જમીન પર ઊતર્યા વગર હવામાં ઊડતું રહી શકે છે

આ પંખી સતત 10 મહિના સુધી ઉડ્યા કરે છે

કેટલાંક પક્ષી હવામાં રહીને ખાવા-પીવા ઉપરાંત રતિક્રીડા પણ કરી શકે છે એવું વિજ્ઞાનીઓ કહેતા રહ્યા છે, પરંતુ ૧૦ મહિના સુધી જમીન પર ઊતર્યા વગર રહી શકે એવાં પક્ષીઓ વિશે જાણીને એ સંશોધકોને પણ આશ્ચર્ય થયું છે. યુરોપના દરિયાઈ પ્રદેશો પર ઊડતાં જોવા મળતાં સ્વિફ્ટ પક્ષી તરીકે જાણીતાં પંખીઓ ૧૨ મહિનામાંથી ૧૦ મહિના જમીનની સપાટી પર પગ મૂક્યા વગર ફરતાં રહે છે. આ મધ્યમ કદનું પંખી આખા યુરોપમાં અને એશિયામાં પણ ઊડતું હોય છે. વિવિધ પ્રકારની મોસમમાં રહેવા માટે ટેવાઈ ગયેલું પંખી મહિનાઓ સુધી હવામાં ઊડીને રહી શકે છે. એ પંખીઓ હવામાં ખાઈ-પી શકે છે. ઉડાનમાં અડફેટમાં કે નજરે ચડતા જંતુઓનો આહાર કરે અને તરસ પણ છિપાવે છે. ફ્રિગેટ પક્ષીઓની માફક સ્વિફ્ટ પક્ષીઓમાંનાં નર-માદા હવામાં ઊડતાં-ઊડતાં રતિક્રીડા પણ કરી શકે છે. હવામાં લાંબો વખત રહી શકતાં પક્ષીઓની થિયરી ૧૯૫૦ના દાયકામાં પ્રચલિત બની હતી, પરંતુ ૨૦૧૬માં પ્રકાશિત એક અહેવાલમાં સ્વિફ્ટ પક્ષીઓ સંબંધી માહિતી અપાઈ હતી. તાજેતરમાં સ્વીડનની યુનિવર્સિટીના અભ્યાસમાં સ્વિફ્ટ પક્ષીઓ વિશે ઉપરોક્ત વિગતો અપાઈ છે.

europe offbeat news hatke news international news