દુલ્હને નિકાહમાં પતિ પાસેથી 80 પુસ્તકો માગ્યા, પતિ 96 પુસ્તકો લાવ્યા

29 January, 2020 07:55 AM IST  |  Kerala

દુલ્હને નિકાહમાં પતિ પાસેથી 80 પુસ્તકો માગ્યા, પતિ 96 પુસ્તકો લાવ્યા

દુલ્હને નિકાહમાં પતિ પાસેથી 80 પુસ્તકો માગ્યા

કેરળમાં અજના નાઝિમ નામની એક કન્યાની ઑક્ટોબર મહિનામાં સગાઈ થઈ ત્યારે તેણે પોતાના ફિયાન્સે ઇજાઝ હાકિમ પાસે લગ્ન પછીની ભેટ તરીકે ૮૦ પુસ્તકો માગ્યા હતા. કોલમ જિલ્લાના નીલામેલ ગામની આ ઘટનામાં હાકિમે તેની દુલ્હનની ડિમાન્ડ કરતાંય વધુ પુસ્તકો આપીને ખુશ કરી દીધી હતી.

તાજેતરમાં તેમની શાદી થઈ અને એ પછી હાકિમે પત્નીને બેડરૂમમાં એક મસ્ત બુકશેલ્ફ પણ બનાવી આપી છે. અજનાને તેના પતિએ કુલ ૯૬ અલભ્ય કહેવાય એવી પુસ્તકો આપી છે જેમાં ભારતનું સંવિધાન, ભગવદ ગીતા, બાઇબલ અને કુરાન જેવાં પુસ્તકો પણ સમાવિષ્ટ છે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના એક ગામમાં લગ્ન પહેલાં યુવતીએ મા બનવું પડે છે!

મુસ્લિમોમાં નિકાહના સમયે દુલ્હન પતિ પાસેથી મેહર માગે છે. મેહરમાં દુલ્હન જે માગે એ દુલ્હાએ આપવું બાધ્ય હોય છે. બન્ને પરિવારો એકમેકની આર્થિક સ્થિતિને જોઈને ચીજો, પૈસા કે મિલકતની ડિમાન્ડ કરતા હોય છે, પરંતુ અજનાએ પુસ્તકો માગીને એક નવો ચીલો ચાતર્યો હતો જેની મુસ્લિમ સમાજમાં સરાહના થઈ રહી છે.

kerala offbeat news hatke news