53 કરોડના હીરા અને રત્નજડિત પર્સ બનાવ્યું છે ઇટલીની એક લક્ઝરી બ્રૅન્ડે

29 November, 2020 07:15 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

53 કરોડના હીરા અને રત્નજડિત પર્સ બનાવ્યું છે ઇટલીની એક લક્ઝરી બ્રૅન્ડે

હીરા અને રત્નજડિત પર્સ

ઇટલીની લક્ઝરી બ્રૅન્ડે નવી લૉન્ચ કરેલી પર્સનો ફોટો એની વિશેષતાઓ સાથે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. છ અબજ યુરોની એટલે કે લગભગ ૫૩ કરોડ રૂપિયાની આ બૅગ મગરની ચામડીમાંથી બનાવાઈ છે. આ ઉપરાંત બૅગને ૧૦ વાઇટ ગોલ્ડ પતંગિયાંથી શણગારવામાં આવી છે, જેમાં હીરા અને દુર્લભ રત્નો જડવામાં આવ્યાં છે.

બૅગ સાથેની કૅપ્શનમાં લખ્યું છે, ‘આટલી મોંઘી બૅગ લૉન્ચ કરવાનો મૂળ હેતુ નૉન-બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકથી સમુદ્રનું રક્ષણ કરવાનો છે. બૅગના વેચાણથી થતી આવકમાંથી ૮ લાખ યુરો સમુદ્રની સફાઈ કરવા માટે દાન આપવામાં આવશે.’ જોકે એક તરફ મગરની ત્વચા વાપરવાની અને બીજી તરફ સમુદ્રની સફાઈ માટે પૈસા આપવાનું બેવડું વલણ નેટિઝન્સને બહુ ગળે ઊતર્યું નથી. મગરની ચામડી વાપરવા બાબતે ઊહાપોહ ન થાય એ માટે કંપની ખોટો દંભ કરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે..

offbeat news hatke news italy international news