આ ક્યુટ કલગીવાળા બતક નથી, જિનેટિક ડિફેક્ટ છે

14 May, 2020 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ક્યુટ કલગીવાળા બતક નથી, જિનેટિક ડિફેક્ટ છે

બતક

પશુ-પક્ષીઓના ચાહકોએ કલગીવાળા બતક એટલે કે ક્રેસ્ટેડ ડક્સ જોયાં હશે. માથા પર કલગીને કારણે એની શોભા વિશેષ ધ્યાનાકર્ષક હોય છે, પરંતુ એ શોભા પાછળનાં કારણો શારીરિક રચનાની ક્ષતિઓને કારણે બતકના આરોગ્યની ખામીઓને કારણે હોય છે. એ શોભા જિનેટિક ડિફેક્ટને કારણે બને છે. બતકની ખોપરીમાં રહેતી ખાલી જગ્યામાં ભરાયેલા ચરબીના કોષોને કારણે માથે વાળ ઊગે છે અને એ કલગી જેવા લાગે છે. એ કલગીઓ માદા બતકો માટે સંભોગ કે રતિક્રીડા જોખમી બનાવે છે. ખાસ કરીને તરવરિયો નર બતક આક્રમકતાથી સેક્સ માટે પ્રવૃત્ત થાય ત્યારે ઘણું જોખમ રહે છે. એ પરિસ્થિતિ દિમાગની બીમારીઓ અને અકાળે મૃત્યુ જોડે પણ સંબંધિત છે. એવા ન્યુરોલૉજિકલ પ્રોબ્લેમ્સને કારણે ફીટ આવવાની શક્યતા રહે છે. બતકોના ઉછેરની પ્રવૃત્તિ કરવા માટે નર અને માદા બે કલગીવાળાં બતકોને ઉછેરવાની સલાહ સામાન્ય રીતે કોઈ પણ આપે, પરંતુ એમાં એક જોખમ એવું છે કે નર અને માદાના સંબંધથી અનેક ગર્ભ ઇંડાંમાં મરી જાય છે, કારણ કે એ બચ્ચાંની ખોપરીની બહાર મગજ વિકસતું હોય છે.

offbeat news hatke news