આ છે આઠ આંખવાળો ઝેરી કરોળિયો

07 October, 2020 07:26 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

આ છે આઠ આંખવાળો ઝેરી કરોળિયો

આઠ આંખવાળો ઝેરી કરોળિયો

ઑસ્ટ્રેલિયાના થિરોઉલમાં રહેતી અમાન્ડા જ્યોર્જ નામની મહિલાને લૉકડાઉન દરમ્યાન તેના ઘરના જ બૅકયાર્ડમાંથી આઠ પગવાળા અને આઠ આંખવાળા કરોળિયાની એક નવી પ્રજાતિ જોવા મળી હતી. આ કરોળિયાની કેટલીક તસવીરોનું ધ્યાન ખેંચાતા મેલબર્નના કેટલાક સ્પાઇડર એક્સપર્ટે એનો અભ્યાસ કર્યો હતો. અમાન્ડાએ આ કરોળિયાને સ્પાઇડર નિષ્ણાતો સાથે એની જાતિ વિશે વધુ જાણવા માટે સંપર્ક કર્યો હતો ત્યારે નિષ્ણાતોનું કહેવું હતું કે આ એવી પ્રજાતિ છે જે ઘણા સમય પહેલાં લુપ્ત થઈ ગઈ હતી અને હાલમાં ફરીથી એ પ્રજાતિમાં સહેજ બદલાવ સાથે ફરીથી અસ્તિત્વમાં આવશે. આ સ્પાઇડર જોટસ ગ્રુપની પ્રજાતિના છે જે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના જમ્પિંગ સ્પાઇડરને મળતા આવે છે.

offbeat news hatke news international news australia