આ ગામમા પુરૂષોને છે 'નો એન્ટ્રી' માત્ર મહિલાઓ છે રહેવાસી, આ છે એનુ કારણ

08 October, 2020 05:22 PM IST  |  Kenya | Gujarati Mid-day Online Correspondent

આ ગામમા પુરૂષોને છે 'નો એન્ટ્રી' માત્ર મહિલાઓ છે રહેવાસી, આ છે એનુ કારણ

ફાઈલ તસવીર

સમગ્ર વિશ્વમાં મહિલા અને પુરૂષોને સમાન અધિકાર આપવામાં આવે છે. સાથે જ હાલ મહિલા પોતાના હક માટે પણ લડતી જોવા મળે છે. મહિલાઓ પોતાને પુરૂષ વર્ચસ્વ ધરાવતા સમાજથી મુક્ત કરવા માટે તમામ પ્રયત્નો કરે છે, જેથી તેઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે. તેનું જીવંત ઉદાહરણ આફ્રિકન દેશ કેન્યાના એક ગામમાં જોવા મળે છે, ઉત્તર કેન્યાના સંબુરુ સ્થિત ગામનું નામ ઉમોજામાં જોવા મળે છે. જે વિશ્વના બાકીના ગામોથી ખૂબ અલગ છે. આ ગામમાં પુરૂષોના પ્રવેશ પર પ્રતિબંધ છે

સ્વાહિલીમાં ઉમોજા એટલે એક્તા. મહિલાઓએ કાંટાળા વાળથી ગામને સુરક્ષિત બનાવ્યું છે. આ ગામની ચર્ચા વિશ્વભરમાં થાય છે કારણકે અહીં ફક્ત મહિલાઓ જ રહે છે. આ ગામમાં પુરૂષો પર પ્રતિબંધ છે. આ ગામમાં 15 મહિલાઓ દ્વારા 1990માં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ એવી મહિલાઓ હતી કે જેના પર બ્રિટિશ સૈનિકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે આ ગામ અન્ય મહિલાઓને માત્ર છત પુરૂ પાડતું નથી, પરંતુ તેમને આજીવિકા પણ આપે છે.

અહીં જે મહિલાઓ આશ્રય લેવા આવે છે તેઓ બળાત્કાર, ઘરેલૂ હિંસા અને બાળ લગ્નથી પીડાય છે. જણાવી દઈએ કે સંબુરૂમાં રહેતા લોકો પિતૃસત્તા સાથે જોડાયેલા છે. લોકો અર્ધ-વિચારતી વ્યક્તિ છે. જે બહુપત્નીત્વમાં વિશ્વાસ કરે છે. આ સિવાય તેઓ મસાઈ કુળના છે.

હાલ આ ઉમોજા ગામમાં 50 જેટલી મહિલાઓ રહે છે. આ મહિલાઓની સાથે તેમના 200 બાળકો પણ અહીં રહે છે. આ લોકો પોતે જ પોતાનુ ગુજરાન ચલાવે છે. આ ગામમાં બાળકોના શિક્ષણ પર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે, જેથી તેઓ સમાજની વચ્ચે પોતાનું નામ કમાવી શકે. નજીકના ગામના બાળકો પણ ઉમોજાની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે.

ત્યાના લોકો પોતાનું ઉજરાન ચલાવવા માટે ઉમોજા ગામની મહિલાઓ અને બાળકો પોતાની મહેનતથી ઘરેણા, હાર, બંગડી વગેરે બનાવે છે અને નજીકના બજારમાં વેંચે છે. આ કમાણીનો એકમાત્ર હેતું મૂળભૂત જરૂરિયાતનો પૂર્ણ કરવો છે. 18 વર્ષના બાળકોને ગામ છોડવુ પડે છે. પર્યટન એ પણ મહિલાઓની કમાણીનું બીજું સ્ત્રોત છે. ગામમાં ફરવા આવતા પર્યટકો પાસેથી એન્ટ્રી ફી લેવામાં આવે છે.

એવું નથી કે મહિલાઓ આ ગામની બહાર ફરતી નથી. મહિલાઓ નજીકના ગામ, બજાર અને શાળાની પણ મુલાકાત લે છે. અહીં રહેતી મહિલાઓનો ગૌરવ અને આત્મ-સમ્માન સાથે જીવન જીવવાનો એક જ ઉદ્દેશ હોય છે.

kenya offbeat news hatke news international news