દક્ષિણ કોરિયાની આ વાનગી લિટરલી સાર્વજનિક શૌચાલય જેવી ગંધાય છે

20 September, 2020 07:42 AM IST  |  South Korea | Gujarati Mid-day Correspondent

દક્ષિણ કોરિયાની આ વાનગી લિટરલી સાર્વજનિક શૌચાલય જેવી ગંધાય છે

આ વાનગી સાર્વજનિક શૌચાલય જેવી ગંધાય છે

ભારત દેશ ધમધમાટ વઘાર, કાંદા-લસણ-મરચાં-ગરમ મસાલેદાર વાનગીઓની તીવ્ર મહેક માટે જાણીતો છે. સ્વાદ સાથે સોડમનો સંબંધ મોટા પાકશાસ્ત્રીઓ અને નિષ્ણાત રસોઈયાઓ-શેફ પણ વર્ણવે છે. સાઉથ કોરિયામાં હૉન્ગેયો નામની વાનગી રીતસર સાર્વજનિક શૌચાલય અને લાંબા વખતથી ધોવાયા વગર પડ્યા રહેલા ગંદાં કપડાં જેવી ગંધાય છે. સાઉથ કોરિયાના ઘણા લોકો એ વાનગી ખાવાની વાત તો દૂર, એ ડિશ મૂકી હોય એ જગ્યાની આસપાસ ફરકતા પણ નથી.

સપાટ ડિઝાઇનની માછલી સ્કેટ ફિશની એ વાનગી છે. સ્કેટ ફિશના શરીરની રચના એવી છે કે એ અંદરનું પાણી મૂત્રવિસર્જન દ્વારા બહાર ફેંકતી નથી. એ પાણી ચામડીનાં છિદ્રો દ્વારા બહાર ફેંકે છે. રસોઈયાઓ સ્કેટ માછલીના ચામડીનાં છિદ્રો દ્વારા બહાર ફેંકાયેલા પ્રવાહીમાં એક મહિના સુધી માંસને મેરિનેટ કરીને એ વાનગી બનાવે છે. ભલે આ વાનગી બધાને પ્રિય નથી, પરંતુ ઘણા લોકોને આ વાનગી અત્યંત પ્રિય હોવાથી સાઉથ કોરિયાવાસીઓ દર વર્ષે સરેરાશ ૧૧,૦૦૦ ટન હૉન્ગેયો ઓહિયાં કરી જાય છે.

south korea offbeat news hatke news international news