આ કચરાની થેલી નથી, શિલ્પ છે અને એ 50 લાખ રૂપિયામાં વેચાશે

07 September, 2020 07:12 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

આ કચરાની થેલી નથી, શિલ્પ છે અને એ 50 લાખ રૂપિયામાં વેચાશે

કચરાની થેલી

બ્રિટનની રૉયલ કૉલેજ ઑફ આર્ટના વિદ્યાર્થી ગાવિન તુર્કે રચેલી કલાકૃતિ હાલમાં ચર્ચાનો વિષય બની છે. ગાવિન તુર્ક વતી ન્યુ યૉર્કનું ફિલિપ્સ ઑક્શન હાઉસ એ કલાકૃતિનું વેચાણ કરશે. બહારથી જોઈએ તો આ કચરાની થેલી હોય એવું લાગે છે. અંદર કચરો ભરીને એને બંધ કરી દીધી હોય એવું લાગે, પણ હકીકતમાં એને કચરા સાથે દૂર-દૂર સુધી કોઈ લેવા-દેવા નથી. કાંસાના ટુકડાઓને ચોક્કસ રીતે ગોઠવીને એના પર કાળા રંગનું એવી રીતે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે જેનાથી એ કચરાની બંધ થેલી લાગે.

કાંસામાંથી કંડારેલી કચરાની બૅગ જેવી રચેલી આ કલાકૃતિના ૫૧,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૫૦ લાખ રૂપિયા ઊપજે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે.

એ શિલ્પની તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર વાઇરલ થતાં ઘણી લોકપ્રિયતા હાંસલ થઈ હતી. કેટલાક લોકોએ એની પ્રશંસા કરી હતી અને કેટલાક લોકોએ કમેન્ટ્સમાં તેની મશ્કરી કરી હતી. જોકે આવી કલાકૃતિની અગાઉની આવૃત્તિના ૩૨,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૩૧ લાખ રૂપિયા) ઊપજ્યા હતા.

new york offbeat news hatke news international news